વાંકાનેરના ખાનપર ગામે પ્રેમપ્રકરણમાં યુવાનના પિતાએ કરી યુવતીના દાદાની હત્યા, 8 આરોપીની ધરપકડ હળવદમાં સ્પાની આડમાં કૂટણખાનું: 35 હજારના મુદામાલ સાથે 1 ઝડપાયો મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારા આરોપીને 20 વર્ષની સખ્ત કેદ સજા ફટકારતી કોર્ટ મોરબીના ઘુંટુ પાસેનો બનાવ : ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારતા એકટીવા અથડાયું, યુવાનનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ લડત કરી ચોરાયેલ બાઇકનો વિમો અપાવ્યો મોરબી જિલ્લામાંથી પસાર થઈને માતાના મઢે દર્શન કરવા જતાં યાત્રીઓ માટે ઠેરઠેર સેવા કેમ્પ કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા દીર્ઘાયુષ્ય સેવા સંકલ્પ પદયાત્રાનું શરૂ મોરબી જિલ્લામાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાના ૯ વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં ઉજવણી, ત્રીસ હજાર કરતા પણ વધુ અબોલ પશુની સારવાર કરવામાં આવી
Breaking news
Morbi Today

મોરબીના નવા સાદુળકા ગામને પ્રભારી સચિવે ખુલ્લામાં શૌચથી મુક્તનું પ્રમાણપત્ર એનાયત કરયું


SHARE











મોરબીના નવા સાદુળકા ગામને પ્રભારી સચિવે ખુલ્લામાં શૌચથી મુક્તનું પ્રમાણપત્ર એનાયત કરયું

મોરબી જિલ્લાના ગામોમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ના રથ ભ્રમણ કરી રહ્યા છે. આ રથ દ્વારા સરકારશ્રીની વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓની માહિતી ગ્રામજનો સુધી પહોંચાડવામાં આવી રહી છે. ગ્રામજનોને વિવિધ યોજનાઓના લાભો અપાઈ રહ્યા છે. ગ્રામ્ય કક્ષાએ કરેલ ઉમદા કાર્યો બદલ ગ્રામ પંચાયતોને અભિનંદન પ્રમાણપત્ર  એનાયત કરવામાં આવી રહ્યા છે. ODF plus model (ઓપન ડેફિકેશન ફ્રી - ખુલ્લામાં શૌચથી મુક્ત)ના પેરામીટર ધરાવતા હોય તેવા ગામોને પણ અભિનંદન પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવે છે. 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા' દરમિયાન  મોરબી જિલ્લા પ્રભારી સચિવશ્રી  મનીષાબેન ચંદ્રાના હસ્તે મોરબી તાલુકાના નવા સાદુળકા  ગામે  સ્વચ્છ ભારત મિશન (ગ્રામ્ય) યોજના હેઠળ ગ્રામ પંચાયતને ODF plus Model જાહેર કરવા બદલ સરપંચ મેહુલભાઈ દલસાણીયાને અભિનંદન પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું  હતું. ઉપરાંત સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના ના પ્રસાર પ્રચાર માટે આઈ.ઈ.સી.પ્રવૃત્તિ અન્વયે સ્ટોલ મારફતે ગ્રામજનોને  પેમ્પલેટ વિતરણ અને યોજનાકીય માહિતી આપવામાં આવી હતી.




Latest News