મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ અને ટંકારા શિશુ મંદિર દ્વારા મેડિકલ કેમ્પ યોજાશે મોરબીમાં યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા બ્લડની તાત્કાલિક જરૂરિયાત પુરી કરાઇ તસ્કરોનું નાઈટ પેટ્રોલીંગ ચાલુ !: માળિયા (મિં)ના રોહિશાળા ગામે એક જ રાતમાં 3 મકાન, 2 મંદિર, દુકાન અને ગ્રામ પંચાયતમાં ચોરી મોરબીમાં શિવરાત્રીના દિવસે દુકાનો ખુલ્લી રાખીને નોનવેજનું વેચાણ કરનારા બે વેપારી સામે ગુનો નોંધાયો મોરબી જિલ્લા ભાજપમાં ઉપપ્રમુખ નિર્મળાબેન હડિયલનું અનસ્ટોપેબલ વોરિયર્સ દ્વારા કરાયું સન્માન મોરબી જીલ્લામાં CET ની પરીક્ષા વધુ માર્કસ મેળવનારા વિદ્યાર્થીઓએ કર્યો સાયન્સ સીટીનો પ્રવાસ મોરબીમાં લોકોને નાના દરની ચલણી નોટ આપવાનું કહીને અઢી લાખની ઠગાઇ કરનારા આરોપીની ધરપકડ મોરબીમાં સોની યુવાનની નિર્મમ હત્યાના ગુનામાં કાયદાના સંઘર્ષમાં આવેલા બે બાળકિશોરને પોલીસે હસ્તગત કર્યા: હથિયાર-વાહન કબ્જે
Breaking news
Morbi Today

મોરબીના શનાળા રોડે સોસાયટીના નિયમોને નેવે મૂકીને મંજુરી મળેવી શરૂ કરાયેલ બાંધકામને સ્થગિત કરવા પાલિકાનો આદેશ


SHARE













મોરબીના શનાળા રોડે સોસાયટીના નિયમોને નેવે મૂકીને મંજુરી મળેવી શરૂ કરાયેલ બાંધકામને સ્થગિત કરવા પાલિકાનો આદેશ

મોરબી શહેરમાં બિલ્ડરો દ્વારા ઓનલાઈન વિકાસ પરવાનગી માટે બાંધકામ અરજી કરી હતી અને મંજુરી મેળવી બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું જો કે, કેટલીક જોગવાઈઓ અને નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું જેથી કરીને સહકારી મંડળીના પ્રમુખે કરેલી રજૂઆતને પગલે પાલિકાએ બંને પક્ષને સાંભળીને હાલમાં ચીફ ઓફિસરે બાંધકામ સ્થગિત કરવા અને તાત્કાલિક અસરથી બાંધકામ અટકાવવાનો હુકમ કરેલ છે

મોરબીના શનાળા રોડે આવેલ સરકારી કર્મચારી સોસાયટી આવેલ છે અને સરકારી કર્મચારી ઘર બાંધનારી સહકારી મંડળી લી. ના પ્રમુખ રોહિતભાઈ કણઝારીયાએ તા. ૩૦/૧૦/૨૩,  તા. ૯/૧૧/૨૩ અને તા. ૨૦/૧૧/૨૩ ના બાંધકામ બાબતે રજૂઆત કરી હતી જેમાં જણાવ્યુ હતું કે, સરકારી કર્મચારી ઘર બાંધનારી સહકારી મંડળી લી. ની સ્થાપના વર્ષ ૧૯૬૨ માં કરવામાં આવી હતી અને મંડળી આજદિન સુધી અસ્તિત્વમાં છે જેના નિયમો મુજબ સોસાયટીએ ફાળવેલ પ્લોટ પર માત્ર રહેણાંક હેતુનું જ બાંધકામ કરી શકાય છે તેમજ સોસાયટીનો પ્લોટ કોઈ બિલ્ડર, ભાગીદારી પેઢી કે ધંધાદારી ઉપયોગ માટે લે વેચ કે ટ્રાન્સફર કરી શકાતો નથી છતાં પ્લોટ નં ૧ (અ) અને ૧ (બ) સોસાયટીની કમિટીને જાણ વગર આસ્થા બિલ્ડર્સના ભાગીદારોને વેચી નાખેલ છે અને આ પ્લોટની કલેકટરમાંથી વાણીજ્ય હેતુ માટે હેતુફેરની મંજુરી આપેલ તે હુકમ મુજબ મોરબી પાલિકા દ્વારા બાંધકામ પરવાનગી આપેલ છે જે પરવાનગી બાબતે મંડળીને કોઈ જાણ કરી ના હતી અને આ પરવાનગી મંડળીના નિયમો અને બંધારણની શરતો વિરુદ્ધ ગેરકાયદેસર અને ગેરબંધારણીય હોઈ મંજુરી બાબતે યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી

હાલમાં આસ્થા બિલ્ડર્સ દ્વારા ગેરકાયદે કોમર્શીયલ બિલ્ડીંગ બનાવવાનું કામ ચાલુ કરેલ જે જગ્યામાં જેસીબી મશીન દ્વારા ખોદકામ કરતી વખતે સોસાયટીની માલિકીની ચણતર કરેલ પાકી દીવાલ અને સાર્વજનિક પ્લોટ બાજુની દીવાલ તોડી પાડેલ છે તેમજ સોસાયટીના રસ્તામાં ગેરકાયદે દબાણ કરેલ છે અને સોસાયટીની મિલકતને નુકસાન કર્યું છે જેથી કરીને રોહિતભાઈ કણઝારીયાએ મંડળીનું બંધારણ, વાર્ષિક સામાન્ય સભાનો ઠરાવ અને બિનખેતી હુકમ તેમજ બાંધકામ મંજુરી ઉપરાંત રીવાઈઝ લે આઉટ પ્લાન રજુ કર્યા હતા તો સામાપક્ષે કલેકટરએ આપેલ હેતુફેર હુકમ નં ૧૧૯/૨૦૨૨ તેમજ વિકાસ પરવાનગી અરજીની નકલ અને પ્લાન રજુ કરવામાં આવેલ છે જો કે, ત્યાર બાદ જુદીજુદી મુદતે મંડળીના સેક્રેટરી પ્રદ્યુમ્નસિંહ ઝાલા અને અન્ય સભ્યો તેમજ સામાપક્ષે આસ્થા બિલ્ડર્સના ભાગીદારી આશિષ વડાવીયા અને તેમના તરફે વી.પી. સાથે વકીલ હાજર રહ્યા હતા અને બંને પક્ષો દ્વારા વધુ કોઈ રજૂઆત ના હોય જેથી દસ્તાવેજી પુરાવાઓને આધારે કેસની હકીકત જોઈએ તો ODPS માં મંજુર થયેલ બાંધકામ પરવાનગી નં 128BP23240013 માં રજુ થયેલ નકશાના સાઈટ પ્લાનમાં પશ્ચિમ દિશાના ૬.૧૦ મી. ના આંતરિક રસ્તાને મેઈન રોડ દર્શાવેલ છે જે હકીકતે મૂળ પ્લાનના આંતરિક રસ્તાઓ છે. ODPS માં મંજુર થયેલ બાંધકામ પરવાનગી અરજીમાં રજુ થયેલ નકશાના C.G.D.C.R.-૨૦૧૭ ની જોગવાઈ મુજબ પશ્ચિમ દિશા પરના ૬.૧૦ મી. ના રોડ પર સાઈડ માર્જીન છોડેલ નથી.

તેમજ કલેકટરના તા. ૨૯/૮/૨૨ ના રોજ ૧ (બ) અને તા. ૧૨/૯/૨૨ ના રોજ ૧ (અ) ના બિનખેતી હેતુફેરના હુકમના શરત નં ૨,૭ તથા તેની સાથે સામેલ પરિશિષ્ટ નં ૨ ના શરત નં ૯ મુજબ મુખ્ય રસ્તાઓ સિવાયના બીજા રસ્તાઓના હદથી ૧૫ ફૂટની અંદર બાંધકામ કરવું નહિ તથા શરત નં ૧૨ મુજબ પ્લોટ હદથી ૧૦ ફૂટની અંદર બાંધકામ કરવું નહિ જે ODPS માં મંજુર થયેલ બાંધકામ પરવાનગી 128BP23240013 માં રજુ થયેલ નકશામાં સદર શરતોનો ભંગ થતો હોવાનું જણાય છે સર્વે નં. ૧૧૩૩/૧ પૈકીના પ્લોટ નં ૧ અ, ૧બ નો એકત્રીકરણ કરી લે આઉટ પ્લાન મંજુર કરાવેલ નથી જેથી મોરબી પાલિકા દ્વારા તા. ૨૩/૯/૨૩ ના રોજ આપવામાં આવેલ ODPS માં મંજુર થયેલ (FORM NO. D) Development Permission no. 128BP23240013 ના શરત નં. ૧, ૧૭ તથા ૨૯ નો ભંગ થયેલ હોય તેમજ વિવિધ જોગવાઈઓનો ભંગ કરેલ હોય, વિકાસ પરવાનગીની શરત નં. ૨ થી ૪ અન્વયે વિવિધ જોગવાઈઓનો ભંગ કરેલ હોય, સદરહુ વિકાસ પરવાનગીની શરત નં. ૨૪ તથા ધી ગુજરાત ટાઉન પ્લાનિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એક્ટ ૧૯૭૬ ની કલમ ૨૯ ની પેટા કલમ (૫) ની જોગવાઈઓ અનુસાર ODPS માં મંજુર થયેલ (FORM NO.D) ડેવેલપમેન્ટ પરમીશન નં. 128BP23240013, ODPS એપ્લીકેશન નં. ODPS/2023/087240 ને સ્થગિત કરવા અને તાત્કાલિક અસરથી બાંધકામ અટકાવવા હુકમ કરવામાં આવેલ છે








Latest News