વાંકાનેરના ખાનપર ગામે પ્રેમપ્રકરણમાં યુવાનના પિતાએ કરી યુવતીના દાદાની હત્યા, 8 આરોપીની ધરપકડ હળવદમાં સ્પાની આડમાં કૂટણખાનું: 35 હજારના મુદામાલ સાથે 1 ઝડપાયો મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારા આરોપીને 20 વર્ષની સખ્ત કેદ સજા ફટકારતી કોર્ટ મોરબીના ઘુંટુ પાસેનો બનાવ : ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારતા એકટીવા અથડાયું, યુવાનનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ લડત કરી ચોરાયેલ બાઇકનો વિમો અપાવ્યો મોરબી જિલ્લામાંથી પસાર થઈને માતાના મઢે દર્શન કરવા જતાં યાત્રીઓ માટે ઠેરઠેર સેવા કેમ્પ કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા દીર્ઘાયુષ્ય સેવા સંકલ્પ પદયાત્રાનું શરૂ મોરબી જિલ્લામાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાના ૯ વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં ઉજવણી, ત્રીસ હજાર કરતા પણ વધુ અબોલ પશુની સારવાર કરવામાં આવી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા આપ દ્વારા કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષની હત્યાના વિરોધમા આવેદન અપાયું


SHARE











મોરબી જિલ્લા આપ દ્વારા કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષની હત્યાના વિરોધમા આવેદન અપાયું

દેશમા કાયદો અને વ્યવસ્થા કથળી રહ્યા છે. સામાજીક અને રાજકિય આગેવાનો કે પત્રકારો કે પછી સ્થાપિત હિતોની સામે લડતા લોકો પર હુમલાઓ વધી રહ્યા છે. રાજસ્થાનમા કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સ્વ. સુખદેવસિંહ ગોગામેડીની ધોળા દિવસે ગોળી મારી હત્યા કરવામા આવી તે ખુબ ગંભીર બાબત છે. અને સ્વ. સુખદેવજી ગોગમેડીએ પોલીસ પ્રોટેક્શન માંગ્યું હતું તો પણ અધિકારીઓ દ્વારા તેઓને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવ્યું ન હતું. જેના કારણે ભારત દેશના તમામ સમાજ માટે કામ કરવા વાળા કરણી સેનાના નેતાની નિર્દયી માણસો દ્વારા હત્યા કરવામાં આવી છે ત્યારે આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી જલ્દીમાં જલ્દી આરોપીઓને સખત સજા કરવામાં આવે તેમજ જેમને પણ તેઓને પોલીસ પ્રોટેક્શન નથી આપ્યું તેવા અધિકારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા લાગણી અને માંગણી વ્યક્ત કરવામાં આવી છે અને આવી જ ઘટના જો સમાજમા બનતી રેહેશે તો આવનારા સમયમા લોકહિતની લડાય માટે કોઈ આગેવાની લેશે નહી જેની નુકસાની સમાજ અને આમ જનતાને જ થશે જેથી આ ઘટનાના વિરોધમા આમ આદમી પાર્ટી મોરબી દ્વારા મોરબી જીલ્લાના દરેક કાર્યકર્તાઓને સાથે રાખીને કલેકટરને આવેદન પત્ર આપવામાં આવેલ છે




Latest News