વાંકાનેરના ખાનપર ગામે પ્રેમપ્રકરણમાં યુવાનના પિતાએ કરી યુવતીના દાદાની હત્યા, 8 આરોપીની ધરપકડ હળવદમાં સ્પાની આડમાં કૂટણખાનું: 35 હજારના મુદામાલ સાથે 1 ઝડપાયો મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારા આરોપીને 20 વર્ષની સખ્ત કેદ સજા ફટકારતી કોર્ટ મોરબીના ઘુંટુ પાસેનો બનાવ : ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારતા એકટીવા અથડાયું, યુવાનનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ લડત કરી ચોરાયેલ બાઇકનો વિમો અપાવ્યો મોરબી જિલ્લામાંથી પસાર થઈને માતાના મઢે દર્શન કરવા જતાં યાત્રીઓ માટે ઠેરઠેર સેવા કેમ્પ કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા દીર્ઘાયુષ્ય સેવા સંકલ્પ પદયાત્રાનું શરૂ મોરબી જિલ્લામાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાના ૯ વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં ઉજવણી, ત્રીસ હજાર કરતા પણ વધુ અબોલ પશુની સારવાર કરવામાં આવી
Breaking news
Morbi Today

મોરબીમાં સર્કીટ હાઉસ સામેથી ૧૨ ચોરાઉ મોબાઈલ-બાઇક સાથે એક શખ્સની ધરપકડ


SHARE











મોરબીમાં સર્કીટ હાઉસ સામેથી ૧૨ ચોરાઉ મોબાઈલ-બાઇક સાથે એક શખ્સની ધરપકડ 

મોરબીના જુદાજુદા વિસ્તારમાં મોબાઈલ ફોનની ચોરીની ઘટનાઓ બની રહી હતી જેથી કરીને આરોપીને પકડવા માટે પોલીસ તજવીજ કરી રહી હતી તેવામાં મોરબી જિલ્લા એલસીબીની ટીમે સર્કીટ હાઉસ સામેથી ૧૧૨ મોબાઈલ ફોન તેમજ એક બાઇક આમ કુલ મળીને ૯૧ હજારના મુદામા સાથે એક શખ્સની ધરપકડ કરેલ છે અને આ શખ્સે ચોરી તથા છળકપટથી મોબાઇલ ફોન મેળવ્યા હોવાનું સામે આવેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી જિલ્લા એલસીબીની ટીમે મોરબીમાં સામાકાંઠે કુળદેવી પાન પાછળ મફતીયાપરામાં રહેતા રાકેશ ભુપતભાઇ સકેરા (૨૦) નામના શખ્સની ૧૨ જેટલા મોબાઈલ ફોન સાથે ધરપકડ કરેલ છે અને આ શખ્સે સિરામીક એકમોમાં મજુરીકામ કરતા મજુરની ઓરડીમાંથી તથા અન્ય માણસોની નજર ચૂકવીને ચોરી કે છળકપટથી મોબાઈલ ફોન મેળવેલ હોવાનું સામે આવ્યું છે હાલમાં પોલીસે રાકેશ સકેરા પાસેથી અલગ અલગ કંપનીના કુલ ૧૨ એન્ડ્રોઇડ મોબાઇલ ફોન જેની કિંમત ૮૧ હજાર તેમજ બાઇક નંબર જીજે ૨૭ એ કયું ૪૯૮૨ જેના આધાર પુરાવા તેની પાસે હતા નહીં તેની કિંમત ૧૦ હજાર આમ કુલ મળીને ૯૧ હજારના મુદામાલ સાથે તેની ધરપકડ કરેલ છે અને આ શખ્સની પ્રાથમિક પૂછપરછમાં તેણે જુદાજુદા સમયે પાવરયાળી, ઢુંવા, માટેલ રોડ ઉપર આવેલ કારખાનાની મજુરોની ઓરડીઓમાંથી ચોરી કે છળકપટથી સેરવીને મોબાઈલ ફોન મેળવેલ હોવાનું કબુલ્યું છે.હાલમાં આરોપીને મોરબી સિટી બી ડિવીઝન પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.

મહિલા સારવારમાં
મોરબીના રવાપર રોડ દાઉદી પ્લોટ શેરી નંબર-૩ માં રહેતા નસીમબેન દીદારભાઈ પંચવાણી નામની ૪૮ વર્ષીય મહિલાને વાહન અકસ્માતના બનાવમાં ઈજા થતા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસમાં જાણ કરાતા એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ તપાસ હાથ ધરી હતી.જેમાં સામે આવ્યું હતું કે નસીબબેન પંજવાણી બાઈકના પાછળના ભાગે બેસીને કામસર બહાર નીકળ્યા હતા ત્યારે એવન્યુ પાર્ક પાસે આવેલ મામા ફટાકડા નજીક તેઓને એકટીવાના ચાલકે ટક્કર મારતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા થતા સારવારમાં લઈ જવાયા હતા.
 
યુપીથી ગુમ થયેલ સગીર મોરબીમાં મળ્યો..!
મોરબીના સામાકાંઠે આવેલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાંથી યુપીમાંથી ગુમ થયેલ સગીર મળી આવતા હાલ તેને યુપી લઈ જવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.મોરબી સ્થાનિક પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઉત્તરપ્રદેશના દિલીપપુરા પોલીસ સ્ટેશનના પીએસઆઇ જગદીશપ્રસાદ તથા સ્ટાફ બાતમીના આધારે મોરબી આવ્યા હતા અને ત્યાં તેઓના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ સગીરના અપહરણની તપાસમાં મળેલ બાતમીને આધારે તેઓ મોરબી આવતા અહીં મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાંથી તેઓના પોલીસ સ્ટેશનમાંથી ગુમ થયેલ સગીર મળી આવતા હાલ સગીરને સાથે લઈને તપાસના કામે તેઓ ઉતરપ્રદેશ રવાના થયા હતા



Latest News