મોરબી શહેર-તાલુકામાં વાહન-ઘરફોડ ચોરી કરતી ગેંગનો એક સાગરીત પકડાયોએલ 3 ની શોધખોળ મોરબીની હોટલ-રેસ્ટોરન્ટમાંથી અખાદ્ય કલર-વાસી ખોરાકનો નાશ કરતી મનપાની ફુડ શાખા મોરબીના લોકલાડીલા-લડાયક નેતા અને રાજય મંત્રી કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે શિવશક્તિ યજ્ઞ યોજાયો મોરબીમાં જતિન આડેસરાના હત્યા કરાઇ તે સ્થળ સુધી આજે સોની સમાજની કેન્ડલ માર્ચ સાથે મૌન રેલી યોજાઇ: આરોપીઓને આકરી સજાની માંગ મોરબીમાં જેટિંગ મશીનના ટ્રક ચાલકે ગટરનું ઢાકણું તોડી નાખતા વાહન ફસાઈ ગયું: જીવલેણ અકસ્માત પહેલા આડસ મુકવાની માંગ મોરબીના ટિંબડી પાટીયા પાસે વાહન અકસ્માતમાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત મોરબીના રાજપર ખાનપર રોડે પ્લાસ્ટિકના કારખાનામાં આગા લાગતાં 3 કરોડથી વધુનું નુકશાન મોરબીમાં ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો, 1.16 લાખનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામેથી યુવાનનું અપહરણ કરવાના ગુનામાં ફરીયાદીના પતિ સહિત બે ની ધરપકડ


SHARE













મોરબીના રવાપર ગામેથી યુવાનનું અપહરણ કરવાના ગુનામાં ફરીયાદીના પતિ સહિત બે ની ધરપકડ

મોરબી રવાપર ગામ ઉમીયા સોસાયટીમાં રહેતા યુવાને રાજકોટમાં રહેતી પરિણીતા સાથે મૈત્રી કરાર કરેલ છે અને છેલ્લા બે મહિનાથી મહિલા તેની સાથે મોરબીમાં રહેતી હતી દરમ્યાન મહિલાના પતિ, સસરા અને દિયર સહિતના શખ્સો દ્વારા યુવાનનું કારમાં અપહરણ કરવામાં આવ્યું હતું જેની મહિલાએ ફરિયાદ નોંધાવેલ હતી જેના આધારે પોલીસે અગાઉ સાત આરોપીની ધરપકડ કરી હતી અને આરોપીને જેલ હવાલે કરેલ હતા આ ગુનામાં મુખ્ય સૂત્રધાર મહિલાના પતિ સહિત બે આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે

મોરબીના રવાપર ગામે રહેતા વર્ષોબેન હરેશભાઇ હામાભાઇ કરમટાએ મૈત્રી કરાર કરેલ છે અને બે માસથી રમેશભાઇ ખોડાભાઇ નાગહ રહે.રવાપર ગામ મોરબી વાળા સાથે રહેતા હતા જેથી ફરીયાદીના પતિ હરેશભાઇ હામાભાઇ કરમટા તેમજ તેમના સસરા હામાભાઈ પાંચાભાઇ કરમટા, દિયર માત્રા હામાભાઇ કરમટા રહે. બધા રાજકોટ વાળાઓએ ફરીયાદીના ઘરે આવી મૈત્રી કરારમાં રહેતા તે ઇસમ રમેશભાઇ ખોડાભાઇ નાગહને ઇકો ગાડીમાં અપહરણ કરી લઈ ગયેલ હતા જેની મોરબી એ ડિવિઝન પોલીસને ફરિયાદ નોંધાવવામાં આવી હતી તેના આધારે પોલીસે અગાઉ મહિલાના સસરા સહિત કુલ મળીને સાત આરોપીની ધરપકડ કરી હતી અને તે આરોપીઓને જેલ હવાલે કરવામાં આવેલ હતા જો કે, આ ગુનામાં મહિલાના પતિ હરેશભાઇ હામાભાઇ કરમટા અને માત્રાભાઇ હામાભાઇ કરમટાને પકડવાના બાકી હતા જે આરોપી હરેશભાઇ હામાભાઇ કરમટા જાતે રબારી (૩૭) અને માત્રાભાઇ હામાભાઇ કરમટા જાતે રબારી (૩૫) રહે, ગોકુળ પાર્ક-૨ આજી ડેમ ચોકડી રાજકોટ વાળાની મોરબી એ ડિવિઝન પોલીસે ધરપકડ કરેલ છે.

મહિલા સારવારમાં

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ કૃષ્ણનગર સોસાયટી ખાતે રહેતા દીપિકાબેન નિતેશભાઇ મોહિનાની નામની ૨૬ વર્ષીય મહિલા કોઈ કારણસર કોઈ અજાણી દવા પી ગયા હતા.જેથી કરીને તેઓને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસમાં જાણ કરાતા એ ડિવિઝન પોલીસ મથકના વી.કે.પટેલ દ્વારા આગળની તપાસ કરવામાં આવી રહેલ છે.

વાહન અકસ્માતમાં ઇજા
મોરબીના સિપાઈ વાસ વિસ્તારમાં આવેલ માતમ ચોક નજીક રહેતા અખ્તરહુસેન યાસીનભાઈ ગૌરી નામના ૩૪ વર્ષના યુવાનને મોરબીના જેલ રોડ ઉપર આવેલ હોથીપીરની દરગાહ પાસે વાહન અકસ્માતના બનાવમાં જમણા પગના ભાગે ઇજાઓ થતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો જેથી એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા તપાસ કરવામાં આવી હતી.
બાળક સારવારમાં
મોરબીના શનાળા નજીક રહેતા વિપુલ જાજનભાઈ નામના ૧૧ વર્ષના બાળકને ઈજા થતાં સારવાર માટે ખાનગી હોસ્પિટલે લઈ જવામાં આવ્યો હતો તે બાઈકના પાછળના ભાગે બેસીને જતો હતો ત્યારે શનાળા નજીક આવેલ પેટ્રોલ પંપ નજીક તે વાહનમાંથી નીચે પડી જતા ઈજા થવાથી સારવારમાં ખસેડાયો હતો જેથી એ ડિવિઝન પોલીસ મથકના વી.કે.પટેલ દ્વારા તપાસ કરવામાં આવી હતી.
આધેડ સારવારમાં
મોરબીના ગ્રીનચોક વિસ્તારમાં આવેલ નાની પારેખ શેરીના મેઇન રોડ ઉપર રહેતા શશિકાંતભાઈ કાંતિલાલભાઈ ત્રિવેદી નામના ૫૧ વર્ષના આધેડને તેમના ઘર નજીક આવેલ ધરતી ટાવરના ખૂણા પાસે બાઈક સાથે બાઈક અથડાવાના બનાવમાં પગના ભાગે ફેક્ચર જેવી ઇજાઓ થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલે ખસેડાયા હતા.હાલ આ બનાવની એ ડિવિઝન પોલીસ મથકમાં જાણ થતા ઇન્વેસ્ટિગેશન અધિકારી વિપુલભાઈ ફુલતરીયા દ્વારા આગળની તપાસ કરવામાં આવી હતી.







Latest News