ટંકારાના જબલપુર ગામે માતાએ પોતાના કામ જાતે કરવા ઠપકો આપતા સગીરાએ કૂવામાં ઝંપલાવીને કર્યો આપઘાત વાંકાનેરના ખાનપર ગામે પ્રેમપ્રકરણમાં યુવાનના પિતાએ કરી યુવતીના દાદાની હત્યા, 8 આરોપીની ધરપકડ હળવદમાં સ્પાની આડમાં કૂટણખાનું: 35 હજારના મુદામાલ સાથે 1 ઝડપાયો મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારા આરોપીને 20 વર્ષની સખ્ત કેદ સજા ફટકારતી કોર્ટ મોરબીના ઘુંટુ પાસેનો બનાવ : ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારતા એકટીવા અથડાયું, યુવાનનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ લડત કરી ચોરાયેલ બાઇકનો વિમો અપાવ્યો મોરબી જિલ્લામાંથી પસાર થઈને માતાના મઢે દર્શન કરવા જતાં યાત્રીઓ માટે ઠેરઠેર સેવા કેમ્પ કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા દીર્ઘાયુષ્ય સેવા સંકલ્પ પદયાત્રાનું શરૂ
Breaking news
Morbi Today

મોરબીના રવાપર(નદી)-શક્તિનગર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો


SHARE











મોરબીના રવાપર(નદી)-શક્તિનગર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો

રાજ્યભરમાં ચાલી રહેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે મોરબી તાલુકાના રવાપર(નદી) ગામે અને શક્તિનગર ગામે રથનું આગમન થયું હતું. અને સરકારી યોજનાઓ ઘર આંગણે પહોંચતા ગ્રામજનોએ રથને આવકાર્યો હતો આ પ્રસંગે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓએ તેમને મળેલ લાભની મેરી કહાની મેરી જુબાની અંતર્ગત વાત કરી હતી. ઉપરાંત ગ્રામ પંચાયતની ૧૦૦% નળ જોડાણની સિદ્ધિ માટે પ્રશસ્તિ પત્ર એનાયત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અન્વયે ખેડૂત મિત્રોને અધ્યતન ખેતી પદ્ધતિમાં ઓછા ખર્ચે અને નેનો યુરિયા ખાતરનો સરળતાથી છંટકાવ કરતા ડ્રોન ટેકનોલોજી અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ત્યારે રવાપર(નદી) ગામે ગામના સરપંચ બાલભદ્રસિંહ સહિતના આગેવાનો, ગ્રામજનો અને સરકારી વિભાગના અધિકારી અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા તેવી જ રીતે શક્તિનગર ગામે ટીડીઓ પી.એસ. ડાંગર સહિતના અધિકારીઓએ અને આગેવનો તેમજ શક્તિનગરના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.




Latest News