વાંકાનેરના ખાનપર ગામે પ્રેમ પ્રકરણમાં યુવાનના ઘર ઉપર યુવતીના પિતા સહિત 8 શખ્સોએ કર્યો હુમલો ​​​​​​​મોરબીમાં કલર કામ કરતાં સમયે વૃદ્ધ અને ગર્લ્સ હોસ્ટેલમાં બેડ ઉપરથી નીચે પડી જતાં વિદ્યાર્થિનીનું મોત ટંકારાના જબલપુર ગામે માતાએ પોતાના કામ જાતે કરવા ઠપકો આપતા સગીરાએ કૂવામાં ઝંપલાવીને કર્યો આપઘાત વાંકાનેરના ખાનપર ગામે પ્રેમપ્રકરણમાં યુવાનના પિતાએ કરી યુવતીના દાદાની હત્યા, 8 આરોપીની ધરપકડ હળવદમાં સ્પાની આડમાં કૂટણખાનું: 35 હજારના મુદામાલ સાથે 1 ઝડપાયો મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારા આરોપીને 20 વર્ષની સખ્ત કેદ સજા ફટકારતી કોર્ટ મોરબીના ઘુંટુ પાસેનો બનાવ : ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારતા એકટીવા અથડાયું, યુવાનનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ લડત કરી ચોરાયેલ બાઇકનો વિમો અપાવ્યો
Breaking news
Morbi Today

મોરબી ખાતે ૧૭ ડિસેમ્બરે યોજાશે જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ


SHARE











મોરબી ખાતે ૧૭ ડિસેમ્બરે યોજાશે જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ

ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા કમિશનરશ્રી યુવક સેવા, સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા યુવા તેમજ સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી, મોરબી દ્વારા સંચાલીત કલા મહાકુંભ ૨૦૨૩-૨૪ની તાલુકા કક્ષાની સ્પર્ધાઓ પૂર્ણ થયા બાદ હવે જિલ્લા કક્ષા કલા મહાકુંભની સ્પર્ધા આગામી ૧૭ તારીખના રોજ સવારે ૦૮.૦૦ કલાકે સાર્થક વિદ્યામંદીર-મોરબી ખાતે યોજાશે.

જેમાં તાલુકા કક્ષાની સ્પર્ધામાં તમામ પ્રથમ વિજેતા સ્પર્ધક તથા સિધી જિલ્લા કક્ષાએથી શરૂ થતી સ્પર્ધાના સ્પર્ધકોએ ૧૭ ડિસેમ્બરના રોજ સવારે ૦૮.૦૦ કલાકે સાર્થક વિદ્યામંદીર-મોરબી ખાતે સમયસર ઉપસ્થિત રહેવું તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.




Latest News