મોરબીમાં દબાણ મુક્ત કરાયેલ સાવરની પાળ ખાતે 10 કરોડના ખર્ચે બ્યુટીફીકેશન-લેક ડેવલોપમેન્ટનું કામ કરાશે: ચેરમેન અલ્પબેન કંઝારીયા વાંકાનેરના ખાનપર ગામે પ્રેમ પ્રકરણમાં યુવાનના ઘર ઉપર યુવતીના પિતા સહિત 8 શખ્સોએ કર્યો હુમલો ​​​​​​​મોરબીમાં કલર કામ કરતાં સમયે વૃદ્ધ અને ગર્લ્સ હોસ્ટેલમાં બેડ ઉપરથી નીચે પડી જતાં વિદ્યાર્થિનીનું મોત ટંકારાના જબલપુર ગામે માતાએ પોતાના કામ જાતે કરવા ઠપકો આપતા સગીરાએ કૂવામાં ઝંપલાવીને કર્યો આપઘાત વાંકાનેરના ખાનપર ગામે પ્રેમપ્રકરણમાં યુવાનના પિતાએ કરી યુવતીના દાદાની હત્યા, 8 આરોપીની ધરપકડ હળવદમાં સ્પાની આડમાં કૂટણખાનું: 35 હજારના મુદામાલ સાથે 1 ઝડપાયો મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારા આરોપીને 20 વર્ષની સખ્ત કેદ સજા ફટકારતી કોર્ટ મોરબીના ઘુંટુ પાસેનો બનાવ : ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારતા એકટીવા અથડાયું, યુવાનનું મોત
Breaking news
Morbi Today

હળવદના જુનાદેવળીયા ગામે બોલેરોમાં શોર્ટ સર્કિટથી આગ લગતા ગાડી બળીને ખાખ


SHARE











હળવદના જુનાદેવળીયા ગામે બોલેરોમાં શોર્ટ સર્કિટથી આગ લગતા ગાડી બળીને ખાખ

હળવદ તાલુકાના જુનાદેવળીયા ગામે બોલેરો ગાડીમાં બોનેટમાં અવાજ આવ્યા બાદ શોર્ટ સર્કિટ થઈ હતી અને ત્યારબાદ ગાડી અગન ગોળો થઈ જતા વાહન બળીને ખાખ થઈ ગયું હતું જેથી આ અંગેની વાહનના માલિક દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદ તાલુકાના જુનાદેવળીયા ગામે રહેતા ભરતભાઈ નારણભાઈ નાંઘા જાતે રબારી (૪૨) એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગાડીમાં આગ લાગી હોવા અંગેની જાણ કરી હતી જેમાં તેને જણાવ્યુ છે કે, બોલેરો ગાડી નંબર જીજે ૩૬ વી ૦૫૩૮ માં અચાનક કોઈ કારણોસર આગળના ભાગે બોનેટમાં અવાજ આવ્યો હતો અને ત્યારબાદ વાયરીંગમાં શોર્ટ સર્કિટ થવાના લીધે ગાડીમાં આગ લાગી હતી અને ગણતરીની મિનિટોમાં ગાડી અગન ગોળો બની ગઈ હતી જેથી કરીને વાહનમાં નુકસાન થયેલ છે અને આ અંગેની ભોગ બનેલા યુવાન દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હા તરીકે છે આ અંગેની આગળની વધુ તપાસ એ.એન. સિસોદિયા ચલાવી રહ્યા છે

બે બોટલ દારૂ

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ રાજનગર પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ ચેક કરતા તેની પાસેથી દારૂની એક નાની બોટલ મળી આવી હતી જેથી પોલીસે ૧૦૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલ કબજે કરીને તુલસીભાઈ હસમુખભાઈ શંખેસરિયા જાતે કોળી (૩૩) રહે પંચાસર રોડ રાજનગર હનુમાન મંદિર પાસે મોરબી વાળાની ધરપકડ કરેલ છે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે આવી જ રીતે મોરબીના નવલખી રોડ ઉપર આવેલ યમુનાનગરથી ગોર ખીજડીયા તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હોય પોલીસે ૩૪૦ ની કિંમતની દારૂની બોટલ કબજે કરીને જીગ્નેશભાઈ ઉર્ફે જીગો રોહિતભાઈ ચાવડા જાતે આહિર (૩૫) રહે. નવલખી રોડ યમુના નગર-૨ શેરી નં-૨ વાળાની ધરપકડ કરી મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી કરેલ છે




Latest News