મોરબીમાં માતાના ત્રાસથી કંટાળીને ઘરેથી નીકળી ગયેલી યુવતીનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં દબાણ મુક્ત કરાયેલ સાવરની પાળ ખાતે 10 કરોડના ખર્ચે બ્યુટીફીકેશન-લેક ડેવલોપમેન્ટનું કામ કરાશે: ચેરમેન અલ્પબેન કંઝારીયા વાંકાનેરના ખાનપર ગામે પ્રેમ પ્રકરણમાં યુવાનના ઘર ઉપર યુવતીના પિતા સહિત 8 શખ્સોએ કર્યો હુમલો ​​​​​​​મોરબીમાં કલર કામ કરતાં સમયે વૃદ્ધ અને ગર્લ્સ હોસ્ટેલમાં બેડ ઉપરથી નીચે પડી જતાં વિદ્યાર્થિનીનું મોત ટંકારાના જબલપુર ગામે માતાએ પોતાના કામ જાતે કરવા ઠપકો આપતા સગીરાએ કૂવામાં ઝંપલાવીને કર્યો આપઘાત વાંકાનેરના ખાનપર ગામે પ્રેમપ્રકરણમાં યુવાનના પિતાએ કરી યુવતીના દાદાની હત્યા, 8 આરોપીની ધરપકડ હળવદમાં સ્પાની આડમાં કૂટણખાનું: 35 હજારના મુદામાલ સાથે 1 ઝડપાયો મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારા આરોપીને 20 વર્ષની સખ્ત કેદ સજા ફટકારતી કોર્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં ૮ વર્ષથી અનડિટેકટ ૧૪ વર્ષીય નિખીલ હત્યાકાંડના હત્યારાઓ કયારે પકડાશે..?  : પીએમને મૃતકના પિતાનો સવાલ


SHARE











મોરબીમાં ૮ વર્ષથી અનડિટેકટ ૧૪ વર્ષીય નિખીલ હત્યાકાંડના હત્યારાઓ કયારે પકડાશે..?  : પીએમને મૃતકના પિતાનો સવાલ

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા દરજી પરિવારના ૧૪ વર્ષના પુત્રનું આઠ વર્ષ પહેલા અપહરણ કરીને નિર્મમ હત્યા કરવામાં આવી હતી અને લાશ રામઘાટ પાસે કોથળામાં બાંધીને નદીમાં ફેંકી દીધેલ હાલતમાં મળી આવી હતી.છેલ્લા આઠ વર્ષથી આ કેસ અનડિટેકટ છે અને તેમાં કોઈ પણ જાતનો પ્રોગ્રેસ થયો ન હોય તેમજ સીઆઇડી તપાસ ચલાવી રહી હોવા છતાં પણ આરોપીઓ પકડાતા ન હોય મૃતક બાળકના પિતા દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખીને હત્યારાનેેેે પકડવામાં આવે તેવી માંગ સાથે અરજ કરવામાં આવેલ છે.

સીએમને કરેલ અરજીમાં નિખીલના પિતા પરેશભાઈ ગોરધનભાઈ ધામેચાએ જણાવેલ છે કે, મોરબીમાં મારા પુત્ર નિખિલ ધામેચાની હત્યાને આજે ૮ વર્ષ પુરા થયા પણ હજી સુધી અમારા પરિવારને ન્યાય મળ્યો નથી મારા પુત્ર નિખિલને તા.૫-૧૨-૧૫ ના રોજ શનાળા રોડ જી.આઇ.ડી.સી પાસે તપોવન સ્કુલેથી કાળા કલરના એક્ટિવા પાછળ બેસાડીને અપહરણ કરાયુ હતું અને તા.૧૭-૧૨-૧૫ ના રોજ રામઘાટ પાસે કોથળામાંથી ડેડ બોડી મળી હતી. એક્ટિવામા પાછળ બેસાડીને લય જાવાય છે તેવા ફોટા અને સીસી ટીવી ફૂટેજ પણ પોલીસને જેતે સમયે મળ્યા હતા.તો પણ આજે આઠ આઠ વર્ષ સુધી અમારા પરિવારને ન્યાય નથી મળ્યો આ કેસની તપાસ મોરબી પોલીસ પાસેથી આંચકીને સીઆઇડી ક્રાઇમને સોંપી હોવાને પણ પાંચેક વર્ષ જેવો સમય થવા છતા કોઇ ફળદાયક યોગ્ય તપાસ થઈ  નથી.તપાસ સ્કુલના સીસી ટીવી કેમેરામા દેખાતા ઍક્ટિવામા જ અટકી છે.તેનાથી આગળ વધી નથી.વધુમા પરેશભાઇએ જણઆવેલ છે કે અમને શંકા છે કે અમારા બાળકની હત્યામાં કોઈ મોટી વગદાર વ્યક્તિનો હાથ છે એટલે અમને ન્યાય મળવામા આટલો વિલંબ થઇ રહ્યો છે.માટે આ કેસની યોગ્ય તપાસ થાય અને અમને ન્યાય મળે એવી અમારી માંગ છે.અમને આશા છે કે તમે યોગ્ય તપાસ કરાવીને અમને ન્યાય અપાવશો.તેવી રજુઆત મૃતક નિખીલ ધામેચાના પિતા પરેશભાઈ ગોરધનભાઈ ધામેચાએ મુખ્યમંત્રીને ઓનલાઈન અરજી વડે કરેલ છે.




Latest News