મોરબીમાં દબાણ મુક્ત કરાયેલ સાવરની પાળ ખાતે 10 કરોડના ખર્ચે બ્યુટીફીકેશન-લેક ડેવલોપમેન્ટનું કામ કરાશે: ચેરમેન અલ્પબેન કંઝારીયા વાંકાનેરના ખાનપર ગામે પ્રેમ પ્રકરણમાં યુવાનના ઘર ઉપર યુવતીના પિતા સહિત 8 શખ્સોએ કર્યો હુમલો ​​​​​​​મોરબીમાં કલર કામ કરતાં સમયે વૃદ્ધ અને ગર્લ્સ હોસ્ટેલમાં બેડ ઉપરથી નીચે પડી જતાં વિદ્યાર્થિનીનું મોત ટંકારાના જબલપુર ગામે માતાએ પોતાના કામ જાતે કરવા ઠપકો આપતા સગીરાએ કૂવામાં ઝંપલાવીને કર્યો આપઘાત વાંકાનેરના ખાનપર ગામે પ્રેમપ્રકરણમાં યુવાનના પિતાએ કરી યુવતીના દાદાની હત્યા, 8 આરોપીની ધરપકડ હળવદમાં સ્પાની આડમાં કૂટણખાનું: 35 હજારના મુદામાલ સાથે 1 ઝડપાયો મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારા આરોપીને 20 વર્ષની સખ્ત કેદ સજા ફટકારતી કોર્ટ મોરબીના ઘુંટુ પાસેનો બનાવ : ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારતા એકટીવા અથડાયું, યુવાનનું મોત
Breaking news
Morbi Today

માળીયા (મી)માં લોકો સારી પ્રાથમિક સુવિધા આપવની માંગ સાથે આપે કલેક્ટરને આવેદન પાઠવ્યું


SHARE











માળીયા (મી)માં લોકો સારી પ્રાથમિક સુવિધા આપવની માંગ સાથે આપે કલેક્ટરને આવેદન પાઠવ્યું

મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રભારી પંકજ રાણસરીયા તથા જીલ્લા મહામંત્રી ભાવિન ફેફર તેમજ માળીયા (મી) અને મોરબી જીલ્લાના આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અને માળીયા (મી)ની પ્રજાને સાથે રાખીને માળીયા (મી.) ની પ્રાથમીક જરૂરીયત જેવી કે, રોડ રસ્તા, સારૂ આરોગ્ય, મફત સારૂ શિક્ષણ, બસ સ્ટેશન, મામલતદાર કચેરીનુ નવિનીકરણ કરવા બાબતનુ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવામા આવ્યું હતું અને જયારથી માળીયા (મી)ને નગરપાલીકા બનાવવામા આવેલ છે ત્યારથી માળીયા (મી.) ને ગ્રામ પંચાપત જેટલી પણ સુવિધા પ્રશાસન તથા સરકાર દ્વારા આપવામા આવેલ નથી તેવા આક્ષેપો આમ આદમી પાર્ટીના જીલ્લા પ્રભારી પંકજ રાણસરીયા તથા જીલ્લા મહામંત્રી ભાવિન ફેફર દ્વારા કરવામા આવેલ છે. વધુમા તેઓએ કહ્યું છે કે, માળીયા (મી.) શહેર કોઈપણ અધીકારી કે પદધિકારી મુલાકત માટે જતું નથી એટલે માળીયા (મી.) ની પ્રજા શુ ગુજરાતમા રહેતી નથી ? માળીયા (મી.) શહેર મોરબી જીલ્લામા નથી આવેલ ? તો કેમ માળીયા (મી.) શહેરના લોકો સાથે આવો અન્યાય કરાવામા આવે છે ? આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા જણાવામા આવેલ છે કે, આમ આદમી પાર્ટી જયા અન્યાય થતો હશે તેમની સાથે હરહંમેશ રહેશે તેથી જો માળીયા (મી.) શહેરના પ્રાથમીક સુવિધાના મુદાઓનું નિવારણ કરવામા નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે માળીયા (મી.) શહેરની પ્રજાને સાથે રાખી આંદોલન કરવામા આવશે અને માળીયા (મી.) શહેરના લોકાની પ્રાથમિક જરૂરિયાત પુર્ણ કરાવશું




Latest News