મોરબીમાં માતાના ત્રાસથી કંટાળીને ઘરેથી નીકળી ગયેલી યુવતીનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં દબાણ મુક્ત કરાયેલ સાવરની પાળ ખાતે 10 કરોડના ખર્ચે બ્યુટીફીકેશન-લેક ડેવલોપમેન્ટનું કામ કરાશે: ચેરમેન અલ્પબેન કંઝારીયા વાંકાનેરના ખાનપર ગામે પ્રેમ પ્રકરણમાં યુવાનના ઘર ઉપર યુવતીના પિતા સહિત 8 શખ્સોએ કર્યો હુમલો ​​​​​​​મોરબીમાં કલર કામ કરતાં સમયે વૃદ્ધ અને ગર્લ્સ હોસ્ટેલમાં બેડ ઉપરથી નીચે પડી જતાં વિદ્યાર્થિનીનું મોત ટંકારાના જબલપુર ગામે માતાએ પોતાના કામ જાતે કરવા ઠપકો આપતા સગીરાએ કૂવામાં ઝંપલાવીને કર્યો આપઘાત વાંકાનેરના ખાનપર ગામે પ્રેમપ્રકરણમાં યુવાનના પિતાએ કરી યુવતીના દાદાની હત્યા, 8 આરોપીની ધરપકડ હળવદમાં સ્પાની આડમાં કૂટણખાનું: 35 હજારના મુદામાલ સાથે 1 ઝડપાયો મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારા આરોપીને 20 વર્ષની સખ્ત કેદ સજા ફટકારતી કોર્ટ
Breaking news
Morbi Today

મોરબીની બે સંસ્થાઓ દ્વારા પાકિસ્તાનથી આવેલ બહેનોને પગભર કરવા સિલાઈ  મશીનનું વિતરણ કર્યું


SHARE











મોરબીની બે સંસ્થાઓ દ્વારા પાકિસ્તાનથી આવેલ બહેનોને પગભર કરવા સિલાઈ  મશીનનું વિતરણ કર્યું

મોરબીમાં આવેલ પી.જી. પટેલ કોલેજ અને નેશનલ એકેડમી સ્કૂલના પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજા તથા વિધવા સહાય કેન્દ્ર મોરબીના પ્રમુખ શારદાબેન દેવકરણભાઈ આદ્રોજા દ્વારા પાકિસ્તાનના વિસ્થાપિત બહેનોને ધંધાકીય રીતે પગભર કરવા માટે હાલ પાંચ બહેનોને સિલાઈ  મશીન (સંચા) ઉપરોક્ત સંસ્થા દ્વારા આપવામાં આવેલ છે આ બહેનો તેમના પરિવારો સાથે પાકિસ્તાનથી છેલ્લા ઘણા સમયથી આવેલ છે. પરંતુ તેમને ભારતીય નાગરિકત્વ મળેલ નથી. તેમજ બેરોજગાર હોવાથી તેઓ આર્થિક રીતે ગરીબ હોવાથી બહેનો સિલાઈ મશીન કામગીરી કરવામાં કુશળ હોવા છતાં તેમની પાસે સિલાઈ મશીન ન હોવાના કારણે તેમને આજીવિકા મેળવવામાં બહુ જ અકલ્પનીય સમસ્યાઓનો સામનો  કરવો પડતો હતો આ બાબત અંગે પાકિસ્તાનથી ભારતમાં વિસ્થાપિત થયેલા નાગરીકોની સમસ્યાઓ સતત રાષ્ટ્રીય સ્વયંસેવક સેવક સંઘ સાથે સંપર્કમાં રહી રજુઆતો કરી રહેલા મહેશ્વરી ફાઉન્ડેશન પ્રમુખ  બાબુભાઈ મહેશ્વરીએ મોરબીના શ્રી રંતિદેવ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ બકુલભાઈ દેવજીભાઈ પુરબીયા સાથે મુલાકાત થયેલ અને બહેનોને આર્થિકથી માંડીને ધંધાકિય રીતે પગભર કરવામાં આ સહાય આપવામાં આવેલ છે અને આવનાર સમયમાં અન્ય જરુરીયાતમંદ લોકોને સિલાઈ મશીન અને બ્યુટી પાર્લરનુ કામ જાણતા લોકોને મદદરૂપ બનવા આ સંસ્થાએ તૈયારી બતાવેલ છે. આ કામમાં રાજકોટ જૈન કન્યા સુસંસ્કાર તિર્થના પ્રમુખ ચંદ્રકાંતભાઈ દફતરીનું ખૂબ મહત્વનુ યોગદાન રહેલ છે. અને મોરબીના વોર્ડ નંબર-૪ માં આવેલ ભગવતીપરા ખાતે સિલાઈ મશીન વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો ત્યારે દેવકરણભાઈ આદ્રોજા, શારદાબેન દેવકરણભાઈ આદ્રોજા, ચંદ્રકાંત ભાઈ દફતરી, કેશુભાઈ દેત્રોજા, બકુલભાઈ પુરબિયા અને બાબુભાઈ મહેશ્વરી સહિતના હાજર રહ્યા હતા અને તેના હસ્તે સિલાઈ મશીનનું વિતરણ કરવામાં આવ્યું હતું તે ઉપરાંત રાજકોટના એડવોકેટ સમીરભાઈ ખીરા, ભગવતીપરા વોર્ડ નં. ૪ ના પૂર્વ મહામંત્રી દિનેશભાઈ ચૌહાણ, લઘુમતી મોરચાના પ્રમુખ બોધુભાઈ, મહેશ્વરી ફાઉન્ડેશનના પ્રમુખ ધનજીભાઈ કે. બૂચિયા, રાજકોટ મહેશ્વરી સમાજના પ્રમુખ પુનમભાઇ, બોધુભાઈ, દેવાભાઇ ધેરા, સુનિલભાઈ ધેરા અને પપુભાઈ કનર ઉપસ્થિત રહેલ હતા.




Latest News