ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના જેતપર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબીના જેતપર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો

વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત મોરબી તાલુકાના જેતપર ગામે રથનું આગમન થયું હતું ત્યારે લોકોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો રેકોર્ડ કરેલો વિકસિત ભારત સંકલ્પ અન્વયે પ્રજાજોગ સંદેશો સાંભળી પ્રદર્શન નિહાળ્યું હતું. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી કે.એસ. અમૃતિયાએ ગ્રામજનોને સંબોધતા જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની કલ્યાણકારી યોજનાઓ વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ થકી જેતપર ગામ પહોંચી છે. વિકાસ કાર્યો થકી ગ્રામજનોની સુખાકારીમાં વધારો કરવા માટે વિવિધ વિભાગના વિકાસ કાર્યોને સતત વેગ મળી રહ્યો છે. તો મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી જેઠાભાઈ મિયાત્રાએ પણ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું આ તકે ગ્રામ પંચાયતની ૧૦૦ % નળ જોડાણની સિદ્ધિ માટે પ્રશસ્તિ પત્ર એનાયત કરવામાં આવ્યો હતો. અને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ODF plus હેઠળ શ્રેષ્ઠ કામગીરી બદલ સરપંચ જયંતીભાઈ ગોચિયાને પ્રમાણપત્ર આપી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. ત્યાર બાદ અધ્યતન ખેતી પદ્ધતિમાં ઓછા ખર્ચે અને નેનો યુરિયા ખાતરનો સરળતાથી છંટકાવ કરતા ડ્રોન ટેકનોલોજી અંગે ખેડૂતોને  માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તકે આગેવાનો ઉપરાંત મોરબી જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી એલ.વી. લાવડીયા, બાળ વિકાસ યોજના અધિકારી મયુરીબેન  ઉપાધ્યાય, જેતપર ગામના સરપંચ જયંતીભાઈ ગોચિયા, ઉપસરપંચ મનસુખભાઇ અમૃતિયા તેમજ અન્ય આગેવાનો અને ગ્રામજનો સહિતના હાજર રહ્યા હતા






Latest News