મોરબીમાં આજ રાતના સતવારા સમાજ સંગઠન દ્રારા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર, રવિવારે રાતના ભારતીય વિચાર મંચ દ્વારા યુવા મંચ કાર્યક્રમનું આયોજન મોરબીમાં ભારતી વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા સ્મશાનની પવિત્ર ભૂમિ ઉપર તિરંગો લહેરાવીને સલામી અપાઈ મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ
Breaking news
Morbi Today

મોરબીમાં ત્રાજપર ચાર રસ્તા પાસેથી ચોરી કરેલ બાઇક સાથે જામનગરના એક શખ્સની ધરપકડ


SHARE







મોરબીમાં ત્રાજપર ચાર રસ્તા પાસેથી ચોરી કરેલ બાઇક સાથે જામનગરના એક શખ્સની ધરપકડ

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ત્રાજપર ચાર રસ્તા પાસે યુવાને બાઈક પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા ૨૦,૦૦૦ રૂપિયાની કિંમતના બાઈકની ચોરી થઈ હોવા અંગેની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ હતા અને એલસીબીની ટીમે જામનગરમાંથી આ ચોરાઉ બાઇક સાથે એક આરોપીની ધરપકડ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ ઉપર ક્રિષ્ના સ્કૂલની બાજુમાં આવેલ સતનામ બી-૧૦૧ ખાતે રહેતા ડેનિશભાઈ મનસુખભાઈ સાપરિયા જાતે પટેલ (૪૨) એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, ત્રાજપર ચાર રસ્તા પાસે તેણે પોતાનું બાઈક નંબર જીજે ૩૬ એમ ૦૧૧૯ પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી ૨૦,૦૦૦ ની કિંમતના બાઈકની ચોરી થઈ હોવા અંગેની તેણે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી દરમ્યાન એલસીબીની ટીમને મળેલ બાતમી આધારે આરોપી અનિલ કિશોરભાઇ હળવદીયા રહે. શંકર ટેકરી આશાપુરા મંદિર પાછળ, દિગ્વીજયપ્લોટ, જામનગર વાળાની તેના ઘરેથી ચોરાઉ બાઈક સાથે ધરપકડ કરવામાં આવેલ છે અને તેની પૂછપરછમાં આ બાઈકની તેને જ ચોરી કરી હોવાની કબૂલાત તેને આપેલ છે જેથી કરીને એક્સિબીની ટીમે બાઇક અને આરોપીનો કબજો હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસને આપેલ છે અને સ્થાનિક પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે 






Latest News