મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ ટંકારા તાલુકાના વિરપર ગામે નિરાધાર ગૌ-માતાના લાભાર્થે નાટકનું આયોજન રક્તદાન મહાદાન: મોરબીમાં જીગ્નેશભાઈ વિરમગામાએ જન્મદિવસે કર્યું રક્તદાન મોરબી : માતાના મઢેથી પરત આવેલ રીક્ષાને અજાણ્યા ટ્રક ચાલકે રફાળેશ્વર પાસે હડફેટ લેતા ચાર લોકો સારવારમાં મોરબીમાં માતાના ત્રાસથી કંટાળીને ઘરેથી નીકળી ગયેલી યુવતીનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં દબાણ મુક્ત કરાયેલ સાવરની પાળ ખાતે 10 કરોડના ખર્ચે બ્યુટીફીકેશન-લેક ડેવલોપમેન્ટનું કામ કરાશે: ચેરમેન અલ્પબેન કંઝારીયા વાંકાનેરના ખાનપર ગામે પ્રેમ પ્રકરણમાં યુવાનના ઘર ઉપર યુવતીના પિતા સહિત 8 શખ્સોએ કર્યો હુમલો ​​​​​​​મોરબીમાં કલર કામ કરતાં સમયે વૃદ્ધ અને ગર્લ્સ હોસ્ટેલમાં બેડ ઉપરથી નીચે પડી જતાં વિદ્યાર્થિનીનું મોત
Breaking news
Morbi Today

મોરબી તાલુકામાં જુદીજુદી બે જગ્યાએ નિંદ્રાધીન અવસ્થામાં બે યુવાનના મોત


SHARE











મોરબી તાલુકામાં જુદીજુદી બે જગ્યાએ નિંદ્રાધીન અવસ્થામાં બે યુવાનના મોત

મોરબી તાલુકાના લક્ષ્મીનગર ઓવરબ્રિજ પાસે આવેલા કોમ્પલેક્ષના પાર્કિંગમાં ટ્રક ઉભો રાખીને કેબીનમાં સુતેલ ડ્રાઇવર યુવાનનું નિદ્રાધીન અવસ્થામાં મૃત્યુ નીપજ્યું હતું તેવી જ રીતે મોરબીના લાલપર ગામ પાસે આવેલ સીરામીક કારખાનામાં રહેતો અને મજૂરી કામ કરતો યુવાન પોતાના લેબર ક્વાર્ટરમાં હતો અને ત્યાં સુતા બાદ નિદ્રાધીન અવસ્થામાં તેનું મોત નીપજ્યું હતું જેથી કરીને આ બંને બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વીગત પ્રમાણે રાજસ્થાનના જોગાસર ગામના રહેવાસી અને ટ્રક ડ્રાઇવિંગનું કામ કરતા ચુનારામ સોનારામ ચૌધરી (૪૫) નામનો યુવાન પોતાના હવાલા વાળો ટ્રક લઈને મોરબી નજીકના લક્ષ્મીનગર ગામ પાસે આવેલ ઓવરબ્રીજ પાસે શ્રી ગણેશ કોમ્પલેક્ષના પાર્કિંગમાં ટ્રક રાખીને ટ્રકની કેબિનમાં રાત્રિના સૂતો હતો અને બીજા દિવસે સવારે તે ઉઠ્યો ન હોવાથી તેને ૮:૩૦ વાગ્યે ઉઠાડતા તે ન ઉઠતા તાત્કાલિક મોરબીની સરકારી હોસ્પિટલ સાથે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ આ બનાવ અંગેની મોરબીના સામાકાંઠા વિસ્તારમાં સર્કિટ હાઉસ પાસે આવેલ આશા પાર્ક સોસાયટીમાં રહેતા મૂળ રહે રાજસ્થાનના રહેવાસી ટ્રાન્સપોર્ટર જેઠારામ જુમ્મારામ ચૌધરી (૫૦) વાળાએ મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે આ અંગેની આગળ વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એસ.વી. સોલંકી ચલાવી રહ્યા છે

તો બીજા બનાવમાં મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવે લાલપર ગામની સીમમાં આવેલા કમાન્ડર સીરામીક કારખાનામાં હાલ રહેતા મૂળ ઝારખંડના રહેવાસી નરેન્દ્રભાઈ શિવનાથ ઝેરાઇ જાતે આદીવાસી (૨૩) નામનો યુવાન રાત્રિના સમયે પોતાના રૂમમાં સૂતો હતો ત્યારબાદ બીજા દિવસે સવારે તેને ઉઠાડતા તે ન ઉઠ્યો હતો અને બેભાન અવસ્થામાં હોય તેને તાત્કાલિક મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને ત્યારબાદ આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જે.એમ. જાડેજા ચલાવી રહ્યા છે




Latest News