મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ ટંકારા તાલુકાના વિરપર ગામે નિરાધાર ગૌ-માતાના લાભાર્થે નાટકનું આયોજન રક્તદાન મહાદાન: મોરબીમાં જીગ્નેશભાઈ વિરમગામાએ જન્મદિવસે કર્યું રક્તદાન મોરબી : માતાના મઢેથી પરત આવેલ રીક્ષાને અજાણ્યા ટ્રક ચાલકે રફાળેશ્વર પાસે હડફેટ લેતા ચાર લોકો સારવારમાં મોરબીમાં માતાના ત્રાસથી કંટાળીને ઘરેથી નીકળી ગયેલી યુવતીનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં દબાણ મુક્ત કરાયેલ સાવરની પાળ ખાતે 10 કરોડના ખર્ચે બ્યુટીફીકેશન-લેક ડેવલોપમેન્ટનું કામ કરાશે: ચેરમેન અલ્પબેન કંઝારીયા વાંકાનેરના ખાનપર ગામે પ્રેમ પ્રકરણમાં યુવાનના ઘર ઉપર યુવતીના પિતા સહિત 8 શખ્સોએ કર્યો હુમલો ​​​​​​​મોરબીમાં કલર કામ કરતાં સમયે વૃદ્ધ અને ગર્લ્સ હોસ્ટેલમાં બેડ ઉપરથી નીચે પડી જતાં વિદ્યાર્થિનીનું મોત
Breaking news
Morbi Today

મોરબીની ક્રાંતિકારી સેના દ્વારા તિરંગા-દેવિદેવતાના ફોટો વાળી પતંગ પર પ્રતિબંધ મૂકવા માંગ


SHARE











મોરબીની ક્રાંતિકારી સેના દ્વારા તિરંગા-દેવિદેવતાના ફોટો વાળી પતંગ પર પ્રતિબંધ મૂકવા માંગ

મોરબીની ક્રાંતિકારી સેના દ્વારા કલેકટર, એસ.પી અને પાલિકા ચિફ ઓફિસરને આવેદન આપવામાં આવ્યું છે જેમાં તિરંગા-દેવિદેવતાના ફોટો વાળી પતંગ પર પ્રતિબંધ મૂકવા માંગ કરવામાં આવી  છે

દર વર્ષે ઉત્તરાયણ પર પતંગ મહોત્સવને માણવા માટે લોકો રંગબેરંગી પતંગોની ખરીદી કરી આકાશમાં ઉડાડતા હોય છે. ત્યારે ઘણી બધી પતંગો કટ થવાથી આ પતંગો ગંદકી વાળી જગ્યાઓ પર તેમજ અન્ય ખુલ્લેઆમ નીચે પડેલી હોય છે. ગત વર્ષથી પતંગોની અંદર ભારત દેશનાં તિરંગા કલર વાળી પતંગો માર્કેટમાં મળેલ હતી તેમજ અશોક ચક્ર પણ તેમાં જોવા મળે છે ત્યારે આવી પતંગ ખરેખર દેશનાં તિરંગાનુ અપમાન કરે છે જેથી કરીને ક્રાંતિકારી સેના દ્વારા આનો વિરોધ કરેલ છે અને તિરંગા-દેવિદેવતાના ફોટો વાળી પતંગ પર પ્રતિબંધ મૂકવા માંગ કરેલ છે અત્રે ઉલેખનીય છે કે, ગત વર્ષે ઘણા સમજદાર અધિકારીઓ તેમજ દુકાનદારોએ સહયોગ આપેલ હતો પરંતુ ખરેખર આવી પતંગોનું નિર્માણ ન થાય એ ખૂબ જરૂરી છે. જેથી દેશનાં રાષ્ટ્રધ્વજ તેમજ હિન્દુ દેવી-દેવતાઓનાં અપમાન ન થાય તે માટે આવી પતંગો બનાવવા પર સરકાર દ્વારા સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે તેવી માંગ કરી છે 




Latest News