મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સરકારી શાળા અને વંચિત વિસ્તારના બાળકોને હનુમાન અંશ ધાર્મિક બતાવવામાં આવી મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં JOSH ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો ખેલ મહાકુંભ: મોરબી મહાપાલિકાકક્ષા તથા ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરાયો મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના ખીરાઈ પાસેથી સબસીડી ખાતરની ૬૮૬ બેગ ભરેલ ટ્રક ઝડપાયો: બે વેપારી સહિત ચાર સામે ફરિયાદ


SHARE









માળીયા (મી)ના ખીરાઈ પાસેથી સબસીડી ખાતરની ૬૮૬ બેગ ભરેલ ટ્રક ઝડપાયો: બે વેપારી સહિત ચાર સામે ફરિયાદ

સબસીડી વાળા રાસાયણીક ખાતર નીમ કોટેડ યુરીયાનો ખેતીમાં ઉપયોગ કરવાનો હોય છે પરંતુ ઘણી જગ્યાએ આ સબસીડી વાળા રાસાયણીક ખાતરનો ઓદ્યોગીક ઉપયોગ કરવામાં આવતો હોવાનું અગાઉ સામે આવ્યું છે તેવામાં થોડા મહિના પહેલા જીએસટી વિભાગની ટીમે માળિયા (મી) કચ્છ નેશનલ હાઇવે રોડ ઉપર આવેલ ખીરઇ ગામના પાટીયા પાસેથી ખાતર ભરેલ એક ટ્રકને પકડ્યો હતો અને ત્યાર બાદ ખેતીવાડી વિભાગના અધિકારીને જાણ કરી હતી અને ખાતરના સ્મેપલ લેવામાં આવેલ હતા અને તેના ટેસ્ટિંગમાં આ સબસીડી વાળું નિમકોટેડ ખાતર હોવાની સામે આવ્યું હતું જેથી કરીને હાલમાં ટ્રકના માલિક, ટ્રકના ડ્રાઈવર અને અમદાવાદ તેમજ ગાંધીધામના બે વેપારી આમ કુલ મળીને ચાર શખ્સોની સામે અધિકારી ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે માળિયા તાલુકા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરની ઉમા ટાઉનશીપ ખાતે અંજલિ હોમ્સ-એ બ્લોક નંબર ૪૦૧ માં રહેતા અને નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) કચેરીમાં ખેતી અધિકારી તરીકે ફરજ બજાવતા તરંગભાઈ અશોકભાઈ ફળદુ જાતે પટેલ (૨૮)એ માળીયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક ડ્રાઇવર મહેશભાઈ વિરમભાઈ મેવાડા રહે. ૫૯૫ ભરવાડવાસ વલભીપુર જિલ્લો ભાવનગર, ટ્રકના માલિક પદુભા રહે. ગાંધીધામ, અમદાવાદના વેપારી શ્રી કટારીયા એન્ટરપ્રાઇઝ અને ગાંધીધામના વેપારી શ્રી મે. બ્લુ ડાયમંડ એ ડબલ્યુ આમ કુલ મળીને ચાર શખ્સોની સામે માળિયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, માળીયા કચ્છ હાઇવે ઉપર આવેલ ખીરાઇ ગામના પાટીયા પાસેથી ટ્રક નંબર જીજે ૧૨ બીબી ૧૬૩૬ પસાર થઈ રહ્યો હતો જેને જીએસટી વિભાગના અધિકારી દ્વારા રોકવામાં આવ્યો હતો અને તે ટ્રકની અંદર ખાતરનો જથ્થો ભર્યો હતો અને તેમાં ખાતરની ૬૮૬ બેગ ભરેલ હતી જેથી કરીને તે અંગેની જાણ ખેતી અધિકારીને કરવામાં આવી હતી ત્યારે અંદાજે ખાતરનો ૧.૮૨ લાખનો મુદામાલ કબજે કરવામાં આવ્યો હતો

ત્યાર બાદ ખેતી અધિકારી દ્વારા સ્થળ ઉપર જઈને ટ્રકમાં ભરેલા ખાતરના જથ્થાના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને આ સેમ્પલને ચકાસણી માટે ખાતર ચકાસણી પ્રયોગશાળા જુનાગઢ ખાતે મોકલવામાં આવ્યું હતું અને તેના રિપોર્ટમાં ટ્રકમાં ભરેલ ખાતરનો જથ્થો સબસીડી વાળા રાસાયણિક ખાતર નીમકોટેડ યુરિયાનો હોવાનું સામે આવ્યું હતું અને રાસાયણિક ખાતર નીમકોટેડ યુરિયાનો ખેતીમાં વપરાશ કરવાના બદલે ઔદ્યોગિક હેતુમાં ઉપયોગ કરવા માટે થઈને સબસીડી વાળા ખાતરને અન્ય બેગમાં ભરીને તેની એક જગ્યાએથી બીજી જગ્યાએ હેરાફેરી કરવામાં આવી રહી હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને હાલમાં ખેતી અધિકારી દ્વારા બે વેપારીઓ અને ટ્રક ડ્રાઇવર તથા ટ્રકના માલિક આમ કુલ મળીને ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ખાતર નિયંત્રણ હુકમ ૧૯૮૫ ના ખંડ–૨૫(૧) ની જોગવાઈઓના ભંગ બદલ આવશ્યક ચીજ વસ્તુ ધારા ૧૯૫૫ ની કલમ ૩ નો ભંગ થવાથી તે જ કાયદાની કલમ ૭(૧)(એ)(૨) મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News