મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ સામાન્ય નાગરિકની જેમ કતારમાં ઉભા રહીને  પારિવાર સાથે મતદાન કર્યું હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી
Breaking news
Morbi Today

મોરબીમાં મોબાઈલ લેવાની જીદ કરતી પત્નીને મોબાઇલ લેવાની ના પાડતા ભર્યું અંતિમ પગલું


SHARE













મોરબીમાં મોબાઈલ લેવાની જીદ કરતી પત્નીને મોબાઇલ લેવાની ના પાડતા ભર્યું અંતિમ પગલું

મોરબીના ઊંચી માંડલ ગામ પાસે આવેલ કારખાનામાં રહીને મજૂરી કામ કરતા અને મૂળ મધ્યપ્રદેશના મહિલાએ તેના પતિ પાસે મોબાઈલ ખરીદવા માટે વાત કરી હતી જોકે પતિએ હાલ મોબાઈલ લઈ આપવાની ના પાડી હતી જેને લઈને ઝઘડો થયો હતો અને તે વાતનો રોષ રાખીને પરણીતાએ તેના લેબર ક્વાર્ટરમાં ગત મોડી રાત્રીના અંતિમ પગલું ભરી લીધું હતું જેથી તેનું મોત નિપજેલ છે.જેથી હાલ મોરબી તાલુકા પોલીસ દ્વારા આ બાબતે નોંધ કરીને વધુ તપાસ હાથ ધરાયેલ છે.

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મૂળ મધ્યપ્રદેશના અને હાલ મોરબીના હળવદ રોડ ઉપર આવેલ ઉંચી માંડલ ગામ પાસેના ઝારકો સીરામીક નામના યુનિટના લેબર ક્વાર્ટરમાં રહીને ત્યાં જ મજૂરી કામ કરતા રાકેશભાઈના પત્ની પિન્કીબેન રાકેશભાઈ (ઉંમર ૨૬) નામની પરણીતાએ તેના લેબર ક્વાર્ટરમાં મોડીરાત્રીના એકાદ વાગ્યાના અરસામાં ગળેટૂંપો ખાઈ લીધો હતો.જેથી તેણીને બેભાન હાલતમાં તેનો પતિ રાકેશભાઈ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યો હતો.જ્યાં ફરજ ઉપરના તબીબે તેણીને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને બનાવ સંદર્ભે મોરબી તાલુકા પોલીસ મથકે જાણ કરતા તાલુકા પોલીસ મથકના જશપાલસિંહ જાડેજાએ બનાવની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી હતી.તેઓ પાસેથી વધુમાં મળતી માહિતી પ્રમાણે મૃતક પિન્કીબેનનો લગ્નગાળો ૧૦ વર્ષનો હતો અને સાત વર્ષની દીકરી છે.દરમિયાનમાં તેણીને મોબાઈલ લેવો હોય પતિ સાથે મોબાઈલ બાબતે વાતચીત કરી હતી જો કે પતિ રાકેશભાઇએ હાલ મોબાઈલ લેવાની ના પાડતા તે વાતનું લાગી આવતા તેણીએ અંતિમ પગલું કરી લીધું હોવાનું હાલ પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

વ્યાજ વટાવના કેસમાં કાર્યવાહી

મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ મનીલોન્ડરીંગના ગુનામાં તપાસ અધિકારી પીએસઆઇ સૌંદરવાએ જયદીપ ઉર્ફે જયદેવ રમેશભાઈ ભાડજા જાતે પટેલ (૩૮) રહે.એવન્યુપાર્ક સોસાયટી રવાપર રોડ તેમજ રોહિત રાજેશ જીલરીયા જાતે બોરીચા (૩૦) રહે.તુલસી પાર્ક પાપાજી ફનવલ્ડઁ પાછળ કંડલા બાયપાસ વાળાઓને પોલીસ સ્ટેશન ખાતે બોલાવ્યા હતા જો કે જે ગુનામાં સાત વર્ષથી ઓછી સજા હોય તેવા કેસમાં કોર્ટ દ્વારા ધરપકડ ન કરવામાં આવે તે મુજબનો હુકમ હોવાથી હાલ બંનેને પીએસઆઇ દ્વારા નોટીસ આપીને મુક્ત કરાયા હતા.

વાહન અકસ્માતના બનાવમાં ઈજા

મોરબીના છાત્રાલય રોડ ઉપરથી બાઈક લઈને જઈ રહેલા લાલજીભાઈ નરભેરામભાઈ વરસડા (ઉમર ૫૯) રહે.રાજનગર સોસાયટી પંચાસર રોડ મોરબી વાળાઓને ઇજા થતા ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.બનાવને પગલે સારવાર કરવામાં આવ્યા બાદ આ બાબતે પોલીસમાં જાણ કરાતા એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફૂલતરીયાએ તપાસ કરી હતી.જેમાં સામે આવ્યું હતું કે લાલજીભાઈ વરસડા બાઈક લઈને જતા હતા દરમિયાન છાત્રાલય રોડ ઉપર બાઈક સ્લીપ થઈ જવાના બનેલ બનાવમાં તેઓને ઈજા પહોંચી હતી.

વાહન ચોરીના ગુનામાં ધરપકડ

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકના ભગવાનભાઈ ખટાણા દ્વારા વાહન ચોરીના બનાવમાં અનિલ કિશોરભાઈ સોલંકી દેવીપુજક (૨૭) રહે.જામનગર શંકર ટેકરી વિસ્તાર આશાપુરા મંદિર પાસે વાળાની ધરપકડ કરી હતી.






Latest News