મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સરકારી શાળા અને વંચિત વિસ્તારના બાળકોને હનુમાન અંશ ધાર્મિક બતાવવામાં આવી મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં JOSH ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો ખેલ મહાકુંભ: મોરબી મહાપાલિકાકક્ષા તથા ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરાયો મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ
Breaking news
Morbi Today

વાંકાનેરના સાતનાલા પાસે ટ્રેન આડે પડતું મૂકનારા યુવાનના શરીરના કટકા થઈ જતાં મોત


SHARE









વાંકાનેરના સાતનાલા પાસે ટ્રેન આડે પડતું મૂકનારા યુવાનના શરીરના કટકા થઈ જતાં મોત

વાંકાનેરમાં આવેલ પેડક સોસાયટી દિગ્વિજયનગરમાં રહેતા યુવાને કોઈ કારણોસર સાત નાલા પાસે ટ્રેન આડે પડતું મૂક્યું હતું જેથી તેના શરીરને બે કટકા થઈ જવાના કારણે તે યુવાનમી મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતકના પિતા દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં આવેલ પેડક સોસાયટી દિગ્વિજયનગરમાં રહેતા જગદીશભાઈ વશરામભાઈ વોરા જાતિ અનુ.જાતિ (૪૧)એ વાંકાનેર રાજકોટ રેલવે ટ્રેક ઉપર સાત નાલા પાસેથી પસાર થતી ટ્રેન આડે પડતું મૂક્યું હતું જેથી કરીને તે યુવાનને ગંભીર થઈ હતી અને કમરના ભાગેથી શરીરના બે કટકા થઈ જવાના કારણે જગદીશભાઈ વોરાનું મૃત્યુ નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની મૃતકના પિતા વશરામભાઈ મોહનભાઈ વોરા જાતે અનુ. જાતિ (૬૯) રહે પેડક સોસાયટી દિગ્વિજયનગર વાંકાનેર વાળાએ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે વધુ તપાસ નારણભાઈ સુખાભાઈ લાવડીયા ચલાવી રહ્યા છે




Latest News