મોરબીમાં મકરસંક્રાંતિ પર્વ નિમિતે HIV સાથે જીવતા દર્દીઓને રાશન કીટ અપાઈ
SHARE







મોરબીમાં મકરસંક્રાંતિ પર્વ નિમિતે HIV સાથે જીવતા દર્દીઓને રાશન કીટ અપાઈ
મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે સ્વેતના પ્રોજેક્ટ જી.એસ.એન.પી પ્લસ ના સહયોગથી ચાલે છે તેમના દ્વારા મકરસંક્રાંતિના તહેવાર નિમિત્તે એચ.આઇ.વી સાથે જીવતીએ એન.સી /પી.એન.સી તેમજ પોઝિટિવ બાળકોને અન્ય વ્યક્તિ જેવો HIV સાથે જીવી રહ્યાં છે તેમને રાશન કીટ આપવામાં આવેલ હતી આ કાર્યક્રમ જિલ્લા DTHO ડૉ. ધનસુખ તેમજ આરએમઓના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યો હતો ત્યારે એઆરટી કાઉન્સેલર, આઇસીટીસી કાઉન્સેલર, લેબોરેટરી ટેકનીશીયન, અનમોલ ટ્રસ્ટના પીએમ વિજયભાઈ, નવજીવન ટ્રસ્ટના પીએમ સોનલબેનને વિહાન પ્રોજેક ઓઆરડબલ્યુ મહાવિરસિહં તેમજ ભૌતિકભાઈ હાજર રહેલ હતા આ કાર્યક્રમ સફળ બનાવવા માટે શ્વેતના પ્રોગ્રામના ફીલ્ડ કોર્ડીનેટર રાજેશભાઈ લાલવાણી તેમજ પિયુષભાઈ પદમાણી મહેનત કરેલ હતી જેમાં સ્વેતાના પ્રોજેક્ટ ડાયરેક્ટર સુનિલભાઈ સ્ટેટ પ્રોગ્રામ સ્પેશ્યલિસ્ટ નિકિતાબેન દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ હતું આ તકે ૬૦ કીટનું અનુદાન મોરબી જિલ્લાના અલગ અલગ દાતા દ્વારા આપવામાં આવ્યું હતું
