માળીયા મિયાણા તાલુકામાં ખેડૂત પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખની માંગ મોરબીમાં ટાઉનહોલના રીનોવેશન કામમાં થયેલ ભ્રષ્ટાચારની તપાસ કરવા કોંગ્રેસ પ્રમુખની માંગ મોરબી પ્રેસ મીડિયા એસો. દ્વારા પત્રકારને કામ કરતાં અટકાવનાર સામે કાર્યવાહી કરવાની માંગ ટંકારાના મિતાણા ગામે આવેલ તાલુકા શાળામાં વિદ્યાર્થીઓ માટે પ્લાસ્ટિક રિસાયકલ વર્કશોપ યોજાયો મોરબીમાં 10 કરોડના ખર્ચે બનનાર અદ્યતન જિલ્લા વિજ્ઞાન કેન્દ્રનું ભૂમિપૂજન કરાયું મોરબીમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સાંસદો-ધારાસભ્યોની હાજરીમાં 16.66 કરોડના 184 વિકાસ કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાયું મોટીબરાર ગામે આવેલ મોડલ સ્કૂલ ખાતે વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ક્વિઝ સ્પર્ધા યોજાઇ મોરબીમાં સ્વ.કમુબેન મકવાણાની 36મી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળનો સ્નેહમિલન સમારોહ યોજાયો


SHARE













મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળનો સ્નેહમિલન સમારોહ યોજાયો

મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળ દ્વારા ૧૪ મો સ્નેહમિલન સમારોહ મોરબી નજીકના રામધન આશ્રમ ખાતે પ્રભુદાસ બાપુ (મહંત માતૃશ્રી રામબાઈ માં ધામ- વવાણીયા) તેમજ રામધન આશ્રમના મહંત ભાવેશ્વરી બેન હાજરીમાં યોજાયો હતો આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળના ૫૦૦ પરિવારે ભાગ લીધો હતો તેમાં કે.જી. થી લઈને ધો ૧૦ સુધીના વિદ્યાર્થીઓ માટે વિવિધ રમતગમતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાગ લેનારા તમામ બાળકોને પ્રોત્સાહન રૂપે ઇનામ આપવામાં આવ્યા હતા અને  એક થી ત્રણ નંબર મેળવેલ બાળકોને વિશેષ ઇનામ આપવામાં આવ્યા હતા આ સ્નેહમિલન કાર્યક્રમને સફળ બનાવવા માટે ૧૨ દાતાઓએ આર્થિક સહયોગ આપ્યો હતો. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લામાં ફરજ બજાવતા ક્લાસ વન અને ટુ ના આહિર કર્મચારી અધિકારીઓએ સ્ટેજ શોભાવ્યું હતું. ત્યારે મંડળના મંત્રી મયુરભાઈ ગજીયા દ્વારા તમામનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને આજીવન દાતા ચંદુભાઈ હુંબલ તેમજ જીવનભાઈ ડાંગર સહિતનાઓએ પ્રાસંગિક પ્રવચન સાથે માર્ગદર્શન આપ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળના પ્રમુખ દિનેશભાઈ હુંબલ, મંત્રી મયુરભાઈ ગજીયા સાથે સમગ્ર કારોબારી ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. અને અંતમાં સંસ્થાના ઉપપ્રમુખ વિક્રમભાઈ ડાંગરએ સહુનો આભાર વ્યક્ત કર્યો હતો અને આ કાર્યક્રમનું સંચાલન સંસ્થાના સહમંત્રી રાજેશભાઈ મંઢ દ્વારા કરવામાં આવ્યું હતું.




Latest News