મોરબી નવયુગ પ્રેપ સેક્સનમાં એન્યુઅલ ફંક્સન તરંગનું ધમાકેદાર આયોજન કરાયું હતું
મોરબીની ઉમા ટાઉનશીપમાં ધારાસભ્યની હાજરીમાં નિ:શુલ્ક ફિઝીયોથેરાપી કેમ્પ યોજાયો
SHARE







મોરબીની ઉમા ટાઉનશીપમાં ધારાસભ્યની હાજરીમાં નિ:શુલ્ક ફિઝીયોથેરાપી કેમ્પ યોજાયો
મોરબીમાં સામાકાંઠે રાહત દરે કાર્યરત સંસ્કાર ફિઝીયોકેર સેંટર અને ઉમા ટાઉનશીપ પરીવારના સંયુક્ત ઉપક્રમે ઉમા ટાઉનશીપમાં નિ:શુલ્ક ફિઝીયોથેરાપી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા પણ હાજર રહ્યા હતા અને આ ફિઝીયોથેરાપી કેમ્પનો ૭૦ થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો. આ કેમ્પમાં ફિઝીયોથેરાપી સેન્ટરના હેડ ડો. કેશા અગ્રવાલ (મગજ અને મણકાની તકલીફનાં નિષ્ણાત માસ્ટર ઓફ ફિઝીયોથેરપી) MPT (Neuro.),BPT, MIAP) તથા તેમની ફીઝીયોથેરાપી ટીમે સેવા આપી હતી. આ કેમ્પને સફળ બનાવવા માટે જે.પી.જેસવાણી, મનુભાઈ જકાસણીયા તથા ઉમા ટાઉનશીપ પરીવારના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.
