મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સરકારી શાળા અને વંચિત વિસ્તારના બાળકોને હનુમાન અંશ ધાર્મિક બતાવવામાં આવી મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં JOSH ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો ખેલ મહાકુંભ: મોરબી મહાપાલિકાકક્ષા તથા ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરાયો મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ
Breaking news
Morbi Today

મોરબીની માધાપરવાડી શાળાની વિદ્યાર્થિનીઓ માટે શૈક્ષણિક પ્રવાસ યોજાયો


SHARE









મોરબીની માધાપરવાડી શાળાની વિદ્યાર્થિનીઓ માટે શૈક્ષણિક પ્રવાસ યોજાયો

મોરબીની પીએમશ્રી પ્રધાનમંત્રી રાઈઝિંગ સ્કૂલ ઓફ ઈન્ડિયા માટે પસંદ થયેલ માધાપરવાડી કન્યા શાળા અનેકવિધ પ્રવૃત્તિઓ માટે જાણીતી છે ત્યારે વધુ એક પ્રવૃત્તિ યોજવામાં આવી, વિદ્યાર્થીઓ વાંચેલું ભુલી જતા હોય છે, જોયેલું સમજાઈ જતું હોય છે પણ જાતે કરેલું જાતે હરહંમેશ યાદ રહી જાય છે એવા હેતુ સાથે પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાની એક્સપોઝર વિઝીટ શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવેલ જેમાં વિદ્યાર્થીનીઓને અભ્યાસક્રમમાં આવતા સ્થળોનું પ્રત્યક્ષ શિક્ષણ પ્રાપ્ત થાય એ માટે શાળામાં અભ્યાસ કરતી બાળાઓને તુલસીશ્યામ, પ્રાંચી પીપળો, સોમનાથ, ભાલકાતીર્થ, ગીરનાર, ઉપરકોટનો કિલ્લો, અડચડી વાવ, નવઘણ કૂવો, પ્રાણી સંગ્રાહાલય, કાગવડ, જલારામ મંદિર વીરપુર વગેરે સ્થળોની મુલાકાત કરાવી હતી અને ઇતિહાસ વિષયમાં આવતા ઐતિહાસિક સ્થળોની વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ મુલાકાત કરાવી હતી. આ શૈક્ષણિક પ્રવાસને સફળ બનાવવા પ્રિન્સિપાલ દિનેશભાઈ વડસોલા, અધ્યક્ષ સ્કૂલ મેનેજમેન્ટ કમિટી કાળુભાઈ વી.પરમાર, દયાળજી બાવરવા, દિનેશભાઈ સાવરિયા, જયેશભાઈ અગ્રાવત, નિમિષાબેન ચાવડા, નિકિતાબેન કૈલા વગેરે સ્ટાફે ખુબજ જહેમત ઉઠાવી હતી.




Latest News