મોરબીના મકાનસર ગામ પાસે બોલેરો ગાડીના ચાલકે બાઈકને હડફેટે લેતા ઇજા પામેલા બે યુવાન સારવારમાં માળીયા (મી) નજીક એસટી બસના ચાલકે ડબલ સવારી બુલેટને ટક્કર મારતા ઇજા પામેલા બે યુવાન સારવારમાં વાંકાનેરના ભાયાતી જાંબુડીયા ગામના પાટિયા પાસે ડબલ સવારી બાઈક ખૂંટિયા સાથે અથડાતા ફંગોળાઈ ગયેલ એક યુવાન ટ્રક નીચે કચડાઈ જતા ઘટના સ્થળે જ મોત મોરબી નજીક કેનાલના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું અને મહાનદીમાં ડૂબી જવાથી આધેડનું મોત મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સરકારી શાળા અને વંચિત વિસ્તારના બાળકોને હનુમાન અંશ ધાર્મિક બતાવવામાં આવી મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

મોરબી ખાતે શ્રી વ્યાસ પ્રગતિ મંડળ દ્વારા રકતદાન કેમ્પમાં બહોળી સંખ્યામાં લોકોએ રકતદાન કર્યું


SHARE









મોરબી ખાતે શ્રી વ્યાસ પ્રગતિ મંડળ દ્વારા રકતદાન કેમ્પમાં બહોળી સંખ્યામાં લોકોએ રકતદાન કર્યું

મોરબીમાં શ્રી વ્યાસ પ્રગતિ મંડળ દ્વારા સમસ્ત મચ્છુ કાંઠા વ્યાસ જ્ઞાતિ માટે મોરબીના શનાળા રોડે આવેલ ધનશ્રી હોસ્પીટલ ખાતે રવિવારે રક્તદાન તેમજ બ્લડ ગ્રુપ ચેક કરવા માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં બહોળી સંખ્યામાં જ્ઞાતિજનોએ રકતદાન કર્યું હતું. સાથો સાથ બ્લડ ગ્રુપ ચેક કરાવનારાઓ પોતાનુ બ્લડ ગ્રુપ ચેક કરાવ્યું હતુ આ તકે મોરબી સિવિલ હોસ્પિટલ બ્લડબેંકના સ્ટાફે ઉત્તમ સેવાઓ પૂરી પાડી હતી અને ઉત્સાહભેર રકતદાન કરનારા જ્ઞાતિજનોનો ઉત્સાહ વધારવા સમસ્ત મચ્છુ કાંઠા વ્યાસ જ્ઞાતિના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અને શ્રી વ્યાસ પ્રગતિ મંડળ, મોરબી આયોજીત જ્ઞાતિ અને સમાજના હિતમાં આયોજીત આ કાર્યક્રમને પ્રશંસાના પુષ્પોથી બિરદાવ્યો હતો. અને જ્ઞાતિહિતમાં હોય તેવા કાર્યક્રમો કરતા રહેવાની પ્રેરણા સાથે હુફ પુરી પાડી હતી આ આયોજનને સફળ બનાવવા શ્રી વ્યાસ પ્રગતિ મંડળ મોરબીના ટ્રસ્ટીઓ, હોદેદારો તેમજ કાર્યકરોએ ખુબ જહેમત ઉઠાવી હતી.




Latest News