મોરબીના મકાનસર ગામ પાસે બોલેરો ગાડીના ચાલકે બાઈકને હડફેટે લેતા ઇજા પામેલા બે યુવાન સારવારમાં માળીયા (મી) નજીક એસટી બસના ચાલકે ડબલ સવારી બુલેટને ટક્કર મારતા ઇજા પામેલા બે યુવાન સારવારમાં વાંકાનેરના ભાયાતી જાંબુડીયા ગામના પાટિયા પાસે ડબલ સવારી બાઈક ખૂંટિયા સાથે અથડાતા ફંગોળાઈ ગયેલ એક યુવાન ટ્રક નીચે કચડાઈ જતા ઘટના સ્થળે જ મોત મોરબી નજીક કેનાલના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું અને મહાનદીમાં ડૂબી જવાથી આધેડનું મોત મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સરકારી શાળા અને વંચિત વિસ્તારના બાળકોને હનુમાન અંશ ધાર્મિક બતાવવામાં આવી મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આંખનો વિનામૂલ્યે મેગા કેમ્પ યોજાશે


SHARE









વાંકાનેરમાં દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આંખનો વિનામૂલ્યે મેગા કેમ્પ યોજાશે

વાંકાનેરમાં દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આંખનો વિનામૂલ્યે મેગા કેમ્પ યોજવામાં આવનાર  છે અને આગામી તા. ૨૭ જાન્યુઆરીથી તા. ૩ ફેબ્રુઆરી સુધી આ મેગા કેમ્પ ચાલવાનો છે જે કેમ્પમાં બાળકોની આંખના રોગો માટે જેવા કે ૧૬ વર્ષ સુધીની ઉમરના બાળકો માટે ત્રાંસી આંખ, બાળ મોતિયો અને આંખના અન્ય રોગોનું વિનામૂલ્યે નિદાન કરી આપવામાં આવશે તેમજ સારવાર અને ઉપલબ્ધ સુવિધા અનુસાર ઓપરેશન કરવામાં આવશે તેમજ ત્રાંસી આંખના દરેક ઉમરના દર્દીઓ પણ કેમ્પનો લાભ લઇ શકશે

જે કેમ્પનો લાભ લેવા માટે એપોઇનમેન્ટ લેવી અનિવાર્ય છે તેના માટે સવારે ૯ થી ૧ અને બપોરે ૨ થી ૫ સુધીમાં ફોન નંબર ૦૨૮૨૮ ૨૨૨૦૮૨ અથવા તો મોબાઈલ નંબર ૯૪૦૮૯ ૩૯૯૮૨ ઉપર સંપર્ક કરીને નામ નોંધાવવાનું રહેશે આ કેમ્પના મુખ્ય દાતા સ્ટુઅર્ટ પાવર્સ યુ.કે. છે દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ વાંકાનેર દ્વારા આંખનો વિનામૂલ્યે મેગા કેમ્પ યોજાશે જે કેમ્પનું સ્થળ એન.આર. દોશી આંખની હોસ્પિટલ, નવા બસ સ્ટેન્ડ પાસે, રાજકોટ રોડ વાંકાનેર રહેશે

ધૂળકોટ ગામે મંદિરના લાભાર્થે યોજાશે લોકડાયરો

મોરબીના ધૂળકોટ ગામે શુક્રવારે વાનરવીર આશ્રમ ખાતે મંદિર અને શિવાલયના લાભાર્થે ભવ્ય લોકડાયરોનું આયોજન કરવામાં આવ્યું છે જેની સાથે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. વધુમાં આયોજકોએ જણાવ્યુ છે કે, ધૂળકોટ ખાતે વાનરવીર હનુમાનજીના મંદિર તથા દેવાધિદેવ મહાદેવેના શિવાલયના નવ નિર્માણના લાભાર્થે તા.૧૨/૧ ના રોજ લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સાંજે ૬:૩૦ કલાકે મહાપ્રસાદ યોજશે.અને રાત્રે ૯:૩૦ કલાકે લોકડાયરો ચાલુ થશે જેમાં વર્ષાબેન તલસાણિયા, ભૂમિબેન આહિર, બેબી મિત્તલ, ભજનીક લાખાભાઈ આહિર અને છગનભગત (રામગઢ), સાહિત્યકાર વાલાભા ગઢવી અને કમાભાઈ કોઠારીયા સહિતના કલાકારો જમાવટ કરશે આ ધાર્મિક કાર્યમાં સહકાર આપવા અને કાર્યક્રમનો લાભ લેવા માટે વાનરવીર યુવક મંડળ દ્વારા સહુને આમંત્રણ આપવામાં આવ્યું છે




Latest News