મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ઉત્તરાયણ ઉપર સાવધાની રાખીએ તો અકસ્માત કે જાનહાની નિવારી શકાય: અધિકારી


SHARE













મોરબી જીલ્લામાં ઉત્તરાયણ ઉપર સાવધાની રાખીએ તો અકસ્માત કે જાનહાની નિવારી શકાય: અધિકારી

આગામી ૧૪ જાન્યુઆરીના રોજ આપણે સૌ ઉત્તરાયણ પર્વની રંગે ચંગે ઉજવણી કરીશું ત્યારે આ તહેવાર દરમિયાન કોઈ અકસ્માત કે જાનહાની ન થાય તે માટે આપણે થોડી સાવધાની રાખવી પણ એટેલી જ જરૂરી છે.

આપણે ગુજરાતીઓ ઉત્સવ પ્રિય લોકો છીએ, દરેક મહિનામાં કોઈ ને કોઈ તહેવાર તો આપણે ઉજવતા જ હશું. ત્યારે આવનારા ઉત્તરાયણના તહેવારને પણ આપણે અનેરા ઉત્સાહ સાથે ઉજવીએ બસ થોડી સાવધાની જરૂરથી રાખીએ. પતંગ ઉડાડતી વખતે પ્રાથમિક સારવારની કીટ તૈયાર રાખવી જરૂરી છે. માણસો, પશુઓ તથા વાહનોથી સાવચેત રહેવું અને પતંગ ચગાવવાનાં ધાબાની ઉંચાઈ પુરતી છે કે નહિ તેની ખાતરી કરવી. પતંગ ચગાવતી સમયે માથા ઉપરથી પસાર થતા વીજળીનાં તારથી દુર રહેવું. શક્ય હોય તો ઘાબાની અગાશી કરતા ખુલ્લા મેદાનમાં પતંગ ચગાવવાનું પસંદ કરવું. પતંગ ચગાવતા બાળકોની તેમના વાલીઓ દેખરેખ રાખવી જોઇએ. આ ઉત્તરાયણના રોજ ત્રણ યાદ રાખો.... સમજદારી, સદભાવ અને સાવચેતી એટલે અકસ્માત નિવારી શકાશે.

સિન્થેટીક વસ્તુઓ અને પ્લાસ્ટીકનાં ઉપયોગથી બનાવેલી તીક્ષ્ણ દોરી કે જે ચાઇનીઝ દોરી તરીકે ઓળખાય છે તેનો ઉપયોગ પતંગ ચગાવવામાં ન કરવો, આ દોરીથી પક્ષીઓ તથા માણસો ઘાયલ થાય છે અને આ ઘા ની અસર તહેવાર બાદ પણ લાંબા સમય માટે રહે છે જેથી આ દોરાનો ઉપયોગ ન કરવો જોઈએ. મહેરબાની કરીને વીજળીના તારમાં ફસાયેલ અને સબ સ્ટેશનમાં પડેલ પતંગને પાછો મેળવવા મથામણ કરીને ખતરાને ન નોતરો. ઉતરાયણના દિવસે લૂઝ કપડા ન પહેરવા, માથે ટોપી પહેરવી તથા મકાનોના ગીચ વિસ્તારમાં કે ઢાળવાળી છત પરથી પતંગ ચગાવવી નહિ. થોડી તકેદારી અને સાવધાનીથી મોટી દુર્ઘટના કે અકસ્માત નિવારી શકાય છે. છતાંય કોઈપણ દુર્ઘટના કે આપત્તિ ઉભી થાય તો તુરંત જ ઈમરજન્સી નંબર ૧૦૮ ઉપર અને કોઈ પશુ/પંખીને ઈજા પહોંચે તો ૧૯૬૨ ઉપર સંપર્ક કરવો.






Latest News