મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાંથી બે દીકરીઓ સાથે ત્રણ વર્ષ પૂર્વે ગુમ થયેલ મહિલા દિલ્હીમાં હોવાનું ખુલ્યુ


SHARE







મોરબીમાંથી બે દીકરીઓ સાથે ત્રણ વર્ષ પૂર્વે ગુમ થયેલ મહિલા દિલ્હીમાં હોવાનું ખુલ્યુ

મોરબીના માળીયા હાઇવે ઉપર આવેલ ટીંબડી ગામના ઓએસિસ વિટ્રીફાઈડના લેટર લેબર ક્વાર્ટરમાં વર્ષ-૨૦૨૦ માં મજુર પરિવાર રહેતો હતો અને મજૂર પરિવારના પૂજાબેન કમલસિંહ પ્રહલાદસિંહ ચૌહાણ (ઉમર ૨૭) તેમની બે પુત્રી પૂનમ કમલસિંહ (ઉમર ૪) તેમજ બેબીકા કમલસિંહ (ઉમર દોઢ વર્ષ) ને લઈને પૂજાબેન ગત તા.૪-૧-૨૦ ના રોજ ઘરેથી કોઈને કંઇ કહ્યા વિના ચાલ્યા ગયા હતા.જે બાબતે જે તે સમયે ગુમસુધા નોંધ દાખલ કરવામાં આવી હતી.તપાસ દરમિયાન તપાસ અધિકારી મનીષભાઈ બારૈયાએ કરેલ તપાસમાં હાલમાં સામે આવ્યું હતું કે, ગુમ થયેલા પૂજાબેન તેમની બે પુત્રીઓ પૂનમ અને બેબીકાને લઈને દિલ્હી ચાલ્યા ગયા હતા અને ત્યાં ગોવિંદ હીરાલાલ યાદવ રહે.પલવલ તાલુકો ખોડલ જી.નુંહ દિલ્હી વાળા સાથે રહેતા હોવાનું સામે આવ્યું હતું અને તેઓ ત્યાં જ રહેવા ઇચ્છતા હોય અને પરત આવવા ઇચ્છતા ન હોવાનું પોલીસમાં નિવેદનમાં સામે આવેલ હોય આ બાબતે પોલીસને નોંધ કરી રાબેતા મુજબની તપાસ હાથ ધરી હતી.

મારામારીના બનાવમાં ઈજા થતાં ત્રણ યુવાન સારવારમાં

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં મારામારીના જુદા જુદા ત્રણ બનાવો બન્યા હતા અને મારામારીના બનાવોમાં ઈજા પામેલા ત્રણ યુવાનોને સારવારમાં ખસેડાયા હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.જેમાં મળતી માહિતી પ્રમાણે મોરબીના વાંકાનેર હાઇવે કુબેર ટોકીઝ પાછળ આવેલ લક્ષ્મી સોસાયટીમાં રહેતા સોનુસિંગ પ્રકાશસિંગ શેખાવત નામના ૪૨ વર્ષના યુવાનને તેના ઘર નજીક ગઈકાલ બપોરના એકાદ વાગ્યાના અરસામાં મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચી હોય સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. અને બનાવ અંગે જાણ થતા હિતેશભાઈ મકવાણાએ પ્રાથમિક તપાસ કરી હતી.

તે રીતે જ મોરબીના સામાકાંઠે આવેલ ત્રાજપર ખારી વિસ્તારમાં રહેતા અમિત જયંતીભાઈ વરાણીયા નામના ત્રીસ વર્ષના યુવાનને તેના રહેણાંક મકાન નજીક કોઈ બાબતે થયેલ મારામારીના બનાવવામાં ઇજાગ્રસ્ત હાલતમાં અત્રેની સરકારી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો જે બાબતે પણ નોંધ આવતા હિતેશભાઈએ નોંધ કરીને તપાસ હાથ ધરી હતી.

તેમજ મારામારીનો ત્રીજો બનાવ મોરબીના સામાકાંઠે ઘુંટુ રોડ ઉપર આવેલ સ્મશાન નજીક બન્યો હતો.જે મારામારીના બનાવમાં સકીલ રસીદખાન શાહ (ઉંમર ૧૯) રહે.એન્જલ સિરામિક ઘુંટુ રોડ મોરબી-૨ વાળાને ઇજાઓ થતા સરકારી હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયો હતો અને આ બનાવ અંગે ત્યાંથી જાણ થવાથી બી ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.મકવાણા દ્વારા નોંધ કરીને આગળની રાબેતા મુજબની તપાસ હાથ ધરાઈ હતી.






Latest News