મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં સાંસદ વિનોદભાઈ ચાવડાએ જલારામ મંદિરની એમ્બ્યુલન્સ સેવા માટે ૧૦ લાખની ગ્રાંટ ફાળઆવી


SHARE







મોરબીમાં સાંસદ વિનોદભાઈ ચાવડાએ જલારામ મંદિરની એમ્બ્યુલન્સ સેવા માટે ૧૦ લાખની ગ્રાંટ ફાળઆવી

કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાએ મોરબીના જલારામ મંદિરની મુલાકત લીધેલ હતી ત્યારે ત્યાંના સેવાકાર્યને બિરદાવી ૧૦ લાખની ગ્રાંટ ફાળવેલ છે તેઓએ શ્રી રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટની સેવાકીય પ્રવૃતિઓ વિશે માહિતી મેળવી હતી. અને વિવિધ પ્રકારની માનવસેવા જેવી કે, બિનવારસી મૃતદેહના અંતિમ સંસ્કાર, વૈકુંઠ રથ સેવા, અંતિમ યાત્રા બસ, શબવાહિની સેવા, એમ્બ્યુલન્સ સેવા, દરરોજ બપોરે તથા સાંજે ભોજન પ્રસાદ, સામુહીક અસ્થિ વિસર્જન, બ્લડ ડોનેશન, મેડિકલ કેમ્પ, મેડિકલ સાધનોની સેવા, દર મહિને વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ, પદયાત્રીઓની સેવા, કુદરતી આફત સમયે સેવા, ફ્રિઝ શબ પેટી સહીતની સેવાઓ કોઈપણ પ્રકારના નાત-જાત ના ભેદભાવ વિના અવિરતપણે પ્રદાન કરવામાં આવે છે ત્યારે કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાએ રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટને નવી એમ્બ્યુલન્સ માટે ૧૦ લાખની ગ્રાંટ ફાળવવાની જાહેરાત કરી છે ત્યારે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા, મોરબી જીલ્લા ભાજપ મહામંત્રી જેઠાભાઈ મિયાત્રા અને નરેન્દ્રસિંહ ઝાલા, મોરબી શહેર ભાજપ મહામંત્રી ભાવેશભાઈ કંઝારીયા, આનંદભાઈ સેતા, દીપકભાઈ સોમૈયા, ભરતભાઈ ડાંગર, નરેન્દ્રભાઈ પોપટ, અજયભાઈ કોટક, હરેશભાઈ ઉભડીયા સહીત હાજર રહ્યા હતા. અને મંદિરમાં ગ્રાન્ટ આપવા બદલ ટ્રસ્ટના પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ, પ્રવિણભાઈ કારીયા, નરેન્દ્રભાઈ રાચ્છ, કીશોરભાઈ ચંડીભમર, ભગવાનજીભાઈ કાસુન્દ્રા (ગુરૂકૃપા હોટેલ), રમણીકભાઈ ચંડીભમર, ભાવીનભાઈ ઘેલાણી, નિર્મિતભાઈ કક્કડ, હસુભાઈ પુજારા, ચિરાગભાઈ રાચ્છ, કીશોરભાઈ ઘેલાણી, શ્રી જલારામ સેવા મંડળ, શ્રી જલારામ મંદિર મહિલા મંડળ સહીતના અગ્રણીઓએ સાંસદનો આભાર વ્યક્ત કર્યો હતો






Latest News