મોરબીના સરદારબાગ પાસે બોલેરોની પાછળ બાઇક ઘૂસી જતાં યુવાનનું કમકમાટીભર્યું મોત સૌરાષ્ટ્ર યુનિ. યુથ ફેસ્ટીવલની વકતૃત્વ સ્પર્ધામાં મોરબીનો વિસ્મય ત્રિવેદી પ્રથમ ક્રમે વિજેતા મોરબીના કોર્પોરેટર નવનિતભાઈ કુંડારિયાની સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસો.ના પ્રમુખ પદે વરણી મોરબીના મહેન્દ્રનગર ગામે મન્ચુરીયનની લારીએ મારામારી : ત્રણ લોકો સારવારમાં મોરબીના જાંબુડીયા ગામે લોડર ચાલકે હડફેટે લેતા ત્રણ વર્ષના બાળકનું મોત ટંકારાના મીતાણા ગામે આવેલ શ્રી બહુચર વિદ્યાલયની વિદ્યાર્થિનીઓએ મેળવી સિદ્ધિ હળવદ નજીક જીનીંગના કારખાનામાં આગ લગતા માલ અને મશીનરીમાં મોટું નુકશાન, કોઈ જાનહાનિ નહીં દિલ્હી ખાતે કોંગ્રેસનાં વિરોધ પ્રદર્શનમાં હાજરી આપવા જતાં મોરબી જિલ્લા યૂથ કોંગ્રેસના પ્રમુખની અટકાયત
Breaking news
Morbi Today

સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર મરણોત્તર સહાય યોજનાનો લાભ લેવા મોરબી જિલ્લાના અનુસૂચિત જાતિના લોકોને અનુરોધ


SHARE









સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર મરણોત્તર સહાય યોજનાનો લાભ લેવા મોરબી જિલ્લાના અનુસૂચિત જાતિના લોકોને અનુરોધ

ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળ નિયામકશ્રી, અનુ.જાતિ કલ્યાણ, ગાંધીનગરની કચેરી મારફત અમલી સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર મરણોત્તર સહાય યોજનામાં મોરબી જિલ્લાના અનુસૂચિત જાતિના લોકોની નબળી આર્થિક પરિસ્થિતિના કારણે કુટુંબમાં સભ્યના મૃત્યુના પ્રસંગે મૃતકના પાર્થિવદેહની અંત્યેષ્ટિ માટે/મરણોત્તર ક્રિયા માટે અર્થાત કફન-કાઠિના ખર્ચને પહોંચી વળવા માટે નાણાકીય સહાય આપવામાં આવે છે.

આ યોજનાનો લાભ મોરબી જિલ્લાના અનુસૂચિત જાતિના લોકોને મળવાપાત્ર છે. જેમાં આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. ૬,૦૦,૦૦૦/‌- તથા શહેરી વિસ્તાર માટે રૂ. ૮,૦૦,૦૦૦/- રાખવામાં આવેલ છે. આ યોજનાની અરજી https://esamajkalyan.gujarat.gov.in પર (૧) મરણનું પ્રમાણપત્ર (૨) જાતિનુ પ્રમાણપત્ર (૩) આવકનો દાખલો (૪) અરજદારનુ આધારકાર્ડ (૫) બેંક પાસબુકની નકલ સહિતના આધારો સાથે ઓનલાઇન અરજી કરવાની રહેશે. તેમ નાયબ નિયામક અનુ.જાતિ કલ્યાણ, મોરબીની અખબારી યાદીમાં જણાવાયું છે.




Latest News