ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ મોરબીના સરદારબાગ પાસે બોલેરોની પાછળ બાઇક ઘૂસી જતાં યુવાનનું કમકમાટીભર્યું મોત સૌરાષ્ટ્ર યુનિ. યુથ ફેસ્ટીવલની વકતૃત્વ સ્પર્ધામાં મોરબીનો વિસ્મય ત્રિવેદી પ્રથમ ક્રમે વિજેતા મોરબીના કોર્પોરેટર નવનિતભાઈ કુંડારિયાની સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસો.ના પ્રમુખ પદે વરણી મોરબીના મહેન્દ્રનગર ગામે મન્ચુરીયનની લારીએ મારામારી : ત્રણ લોકો સારવારમાં મોરબીના જાંબુડીયા ગામે લોડર ચાલકે હડફેટે લેતા ત્રણ વર્ષના બાળકનું મોત ટંકારાના મીતાણા ગામે આવેલ શ્રી બહુચર વિદ્યાલયની વિદ્યાર્થિનીઓએ મેળવી સિદ્ધિ હળવદ નજીક જીનીંગના કારખાનામાં આગ લગતા માલ અને મશીનરીમાં મોટું નુકશાન, કોઈ જાનહાનિ નહીં
Breaking news
Morbi Today

મોરબીમાં જાહેરમાં તલવારથી કેક કટિંગના કેસમાં રાણીબા સામે કાર્યવાહી


SHARE









મોરબીમાં જાહેરમાં તલવારથી કેક કટિંગના કેસમાં રાણીબા સામે કાર્યવાહી

મોરબીમાં વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબાએ જન્મ દિવસના દિવસે જાહેરમાં ટેબલ ઉપર એક કે બે નહીં ૩૦ જેટલા કેક મૂકીને તેનું તલવાર જેવા હથિયારથી કટિંગ કર્યું હતું અને તે વિડિયો સોશ્યલ મીડિયામાં મૂકવામાં આવ્યો હતો તેના આધારે એ ડિવિઝન પોલીસ સ્ટેશને ગુનો નોંધાયો હતો જેમાં પોલીસે વિભૂતિ પટેલને નોટિસ આપીને ધોરણસરની કાર્યવાહી કરી હતી

મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વિભૂતી પટેલ ઉર્ફે રાણીબા સામે મોરબીના સાયબર સેલ ટેક્નિકલ વિભાગના પીએસઆઇ અશોકસિંહ દિલુભા જાડેજા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેમાં જણાવ્યુ હતું કે, વિભુતી ઉર્ફે રાણીબા હિતેન્દ્રભાઈ ઉર્ફે હિતેશભાઈ સીતાપરા જાતે પટેલ રહે. એસપી રોડ, પેસિફિક હાઇટ્સ, રવાપર વાળીએ જાહેરમાં બે ટેબલ ઉપર પોતાના ફોટા અને નામ વાળી ૩૦ જેટલી કેક ગોઠવીને તે કેકનું કટિંગ તલવાર જેવા હથિયારથી કર્યું હતું તેનો વિડીયો ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર અપલોડ કરેલ હતો જેથી સમાજમાં ભય ઉભો કરનાર વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સામે ત્યારે આઇપીસી કલમ ૨૬૮, ૨૯૦ તેમજ જીપી એકટ ૧૩૫ મુજબ ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરી હતી અને હાલમાં આ ગુનામાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન્ના પ્રભાતભાઇ ચાવડા દ્વારા વિભુતી ઉર્ફે રાણીબા હિતેન્દ્રભાઈ સીતાપરા જાતે પટેલ (૨૬) સામે નોટિસ આપીને ધોરણસરની કાર્યવાહી કરી હતી વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સોશ્યલ મીડિયામાં જે વિડીયો મૂકવામાં આવ્યો હતો તે ત્રણ વર્ષ પહેલાનો વિડીયો હતો તેવું તપાસમાં સામે આવેલ છે




Latest News