મોરબીમાં આર્થિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વ વિષય પર વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અંતર્ગત વાર્તાલાપ યોજાયો મોરબીમાં શ્રાવણ માસના બીજા સોમવારે ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવાતા 29 અબોલ જીવને બચાવવામાં આવ્યા મોરબીના વોર્ડ નં 7 માં પ્રાથમિક સમસ્યાઓ ઉકેલવા માટે ચૂંટાયેલા સભ્યે કરી કમિશ્નરને લેખિતમાં રજૂઆત હળવદ તાલુકામાં બિનઅધિકૃત રેતી ખનન: 40 લાખનું એક્ષકેવેટર મશીન સીઝ મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો મોરબીના સામાકાંઠે દવા લેવા જવાનું કહીને નીકળ્યા બાદ પરિણીતા ગુમ હળવદમાં કેન્યા સ્થિત નરેન્દ્ર રાવલને ‘બ્રહ્મરત્ન સન્માન’ અર્પણ કરાયું ખેડૂતોને જીવનું જોખમ !: હળવદના સરંભડા ગામે 220 કેવીની સરકારી વીજ લાઈનમાંથી ચાલુ વાયર તૂટી પડ્યો, વીજ ઉપકરણો ખાખ, કોઈ જાનહાનિ નહીં
Breaking news
Morbi Today

માળીયા (મી) તાલુકા અનુ.જાતી ખેત સમુદાય મંડળીમાં ગેરકાયદે નામ ઉમેરનારાઓની સામે કડક પગલા લેવાની કલેક્ટરની ખાતરી


SHARE





માળીયા (મી) તાલુકા અનુ.જાતી ખેત સમુદાય મંડળીમાં ગેરકાયદે નામ ઉમેરનારાઓની સામે કડક પગલા લેવાની કલેક્ટરની ખાતરી

મોરબી જીલ્લામા આવેલ માળીયા મિૅંયાણા તાલુકા અનુ.જાતી ખેત સમુદાય મંડળીમા મંડળીના પ્રમુખ દ્વારા મંડળીના જુના સભ્યોના નામો રદ કરી નાંખી તાલુકા બહારના તેના મળતીયાઓના નામ દાખલ કરીને ગેરકાયદે જમીન ફાળવવામાં આવેલ હતી. જે બાબતે છેલ્લા ૩ વર્ષથી મંડળીના સભ્યો લડત ચલાવી રહયા હતા. છેલ્લા ૨૬ દિવસથી મોરબી જીલ્લા કલેકટર કચેરી ખાતે ઉપવાશ આંદોલન ચલાવી રહયા હતા.

જેમા મોરબી જીલ્લાની મુલાકાતે આવેલ પ્રભારી સચિવ ડો.મનિષા ચંદ્રા દ્વારા કલેકટર જી.ટી.પંડયા, જીલ્લા વિકાસ અધિકારી ડી.ડી.જાડેજા, અધિક કલેકટર ખાચર, મામલતદાર મહેતા અને દલીત સમાજના આગેવાનો રાજેશભાઇ ચૌહાણ, મુળજીબાપા, કિશોરભાઇની હાજરીમાં શાંતીથી સાંભળવામાં આવ્યા હતા અને જવાબદારોની સામે કડક પગલા ભરવા અને મંડળીના સભ્યોને પુન: દાખલ કરી યોગ્ય કાર્યવાહી કરવાની ડો.મનિષા ચંદ્રા દ્વારા ખાતરી આપવામાં આવતા કલેકટર પંડયાના હસ્તે ઉપવાસીઓના પારણા કરાવવામાં આવ્યા હતા.સાથોસાથ મોરબી જીલ્લા દલીત સમાજના વિવિધ પ્રશ્નનો બાબતે પણ પ્રભારી સચિવ સાથે ચર્ચા કરીને હકારાત્મક ઉકેલ લાવી દલીત સમાજના પ્રશ્ન ઉકેલવાની ખાતરી આપી હતી.




Latest News