ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી ગ્રાહક સુરક્ષા કોર્ટેમાં ઝૂલતા પુલ દુર્ઘટનાના વળતર માટેનો કેસ પણ ચાલશે: ભોગ બનેલ પરિવાર


SHARE







મોરબી ગ્રાહક સુરક્ષા કોર્ટેમાં ઝૂલતા પુલ દુર્ઘટનાના વળતર માટેનો કેસ પણ ચાલશે: ભોગ બનેલ પરિવાર

મોરબી ઝુલતાપુલ દુર્ઘટનાના ભોગ બનેલા પરિવારો પૈકીના ૧૩ જેટલા પરિવારો દ્વારા અમદાવાદ કન્ઝ્યુમર એસો. મારફતે ગ્રાહક સુરક્ષા કોર્ટ મોરબીમાં વળતર માટે થઈને કેસ કરવામાં આવ્યો હતો જેની સામે ઓરેવા કંપની દ્વારા તે કેસને રદ કરવા માટે અરજી કરવામાં આવી હતી જે અરજીને રદ કરવામાં આવેલ છે અને ગ્રાહક સુરક્ષા કોર્ટમાં હવે ઝુલતાપુલ દુર્ઘટનાના અસરગ્રસ્ત પરિવારોનો વળતર માટેનો પણ કેસ ચાલશે તેવું ભોગ બનેલા પરિવાર પૈકીના વ્યક્તિ પાસેથી જાણવા મળેલ છે

મોરબીમાં ગત તા. ૩૦/૧૦/૨૨ ના રોજ સાંજના સમયે જુલતોપુલ તૂટી પડ્યો હતો ત્યારે ૧૩૫ જેટલા લોકોના આ દુર્ઘટનામાં મોત થયા હતા જે બનાવ સંદર્ભે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે ઓરેવા કંપનીના જયસુખભાઈ પટેલ તેઓના મેનેજર બે મેનેજર અને ત્યાં રીપેરીંગ કામ કરનાર કોન્ટ્રાક્ટર પિતા પુત્ર સહિતનાઓની ધરપકડ કરવામાં આવી હતી જે પૈકીના મોટાભાગના હાલમાં જામીનમુક્ત થયેલા છે જોકે જયસુખભાઈ પટેલ, મેનેજર દીપકભાઈ પારેખ અને કોન્ટ્રાક્ટર સહિતના હાલ જેલની અંદર છે જોકે ઓરેવા કંપની દ્વારા હાઇકોર્ટના નિર્દેશ મુજબ ભોગ બનેલા પરિવારોને વળતરની રકમ આપવા માટે રકમ કોર્ટમાં જમા કરવી છે જોકે આ દુર્ઘટનામાં પોતાના સ્વજનને ગુમાવનારા પરિવારો પૈકીના ૧૩  જેટલા પરિવારો દ્વારા અમદાવાદ કન્ઝ્યુમર એસો. મારફતે મોરબી ગ્રાહક સુરક્ષા કોર્ટમાં વળતર માટે થઈને કેસ કરવામાં આવ્યો હતો

જેની સામે ઓરેવા કંપનીના વકીલ દ્વારા તે અરજીને રદ કરવા માટે થઈને રજૂઆત કરવામાં આવી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે હાઇકોર્ટના નિર્દેશ મુજબ ભોગ બનેલા પરિવારોને ઓરેવા કંપની મારફતે વળતર ચૂકવવામાં આવેલ છે જોકે ઓરેવા કંપનીના વકીલ મારફતે જે અરજી કરવામાં આવી હતી તે અરજીને મોરબી ગ્રાહક સુરક્ષા કોર્ટે રદ કરેલ છે અને હવે ઝુલતા પુલ દુર્ઘટનાના ભોગ બનેલા પરિવારો દ્વારા જે વળતર માટે થઈને ગ્રાહક સુરક્ષા કોર્ટમાં કેસ કરેલ છે તે કેસ પણ મોરબીની ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ચાલશે તેવું જાણવા મળે છે વધુમાં માહિતી આપતા ભોગ બનેલા પરિવાર પૈકીના નરેન્દ્રભાઈ પરમારે જણાવ્યું હતું કે ગ્રાહક સુરક્ષાએ ઓરેવાના વકીલ દ્વારા કરવામાં આવેલ અરજી રદ કરેલ છે અને ભોગ બનેલા પરિવારો ગ્રાહક છે જેથી કરીને વળતર માટે તે અરજી કરી શકે છે જેથી હવે ગ્રાહક સુરક્ષા કોર્ટમાં વળતર માટેનો કેસ ચાલશે






Latest News