હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીના સિરામિકના કારખાનાઓમાથી ચોરી કરેલા ૬.૦૫ લાખના ૧૦૩ ઇલેકટ્રીક એ.સી. ડ્રાઇવ સાથે પાંચ શખ્સ પકડાયા


SHARE













મોરબીના સિરામિકના કારખાનાઓમાથી ચોરી કરેલા ૬.૦૫ લાખના ૧૦૩ ઇલેકટ્રીક એ.સી. ડ્રાઇવ સાથે પાંચ શખ્સ પકડાયા

મોરબીના જુદાજુદા સિરામિકના કારખાનામાથી છેલ્લા એકાદ વર્ષથી અલગ અલગ સમયે ચોરી કરવામાં આવેલા ઇલેકટ્રીક એ.સી. ડ્રાઇવ વેચવા માટેની ગેંગ દ્વારા પેરવી કરવામાં આવી રહી છે તેવી હક્કિત મળી હતી જેના આધારે મોરબી તાલુકા પોલીસની ટીમે વોચ ગોઠવીને ચોરાઉ ૧૦૩ ઇલેકટ્રીક એ.સી. ડ્રાઇવ સાથે પાંચ શખ્સોને ઝડપી લીધેલ છે અને કુલ મળીને ૬.૦૫ લાખનો મુદામાલ કબજે કરીને આગળની કાર્યવાહી કરવામાં આવી છે. 

મોરબી તાલુકા પીઆઇ એમ.આર.ગોઢાણીયાએ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ કરીને ચોરીના બનતા બનાવો અટકાવવા સ્ટાફને સુચના આપી હતી અને તેના સીધા માર્ગદર્શન હેઠળ સ્ટાફ કામ કરી રહ્યો હતો તેવામાં એએસઆઇ જે.પી.કણસાગરાશૈલેષભાઇ બાબુભાઇ પટેલવિજયભાઇ છગનભાઇ ચૌહાણને મળેલ બાતમી આધારે લખધીરપુર રોડ ઉપર આવેલ સીરામીકના કારખાનામાંથી ચોરી કરેલ ઇલેકટ્રીક એ.સી. ડ્રાઇનનો મુદામાલ લઇ બે ઇસમો હિરો હોન્ડા કંપનીના મો.સા નંબર જી.જે ૧૩ જે ૧૩૮૧ કાઈને કેનાલ પાસે વેચવા જતાં હતા ત્યારે સ્ટાફ ત્યાં વોચમાં હતો દરમ્યાન કેનાલ પાસે ત્રણ ઇસમો ઉભેલ હતા અને બે ઇસમો એક બાચકામાં સીરામીકના કારખાનામાં વપરાતી ઇલેકટ્રોક એ.સી ડ્રાઇવ ભરી આવ્યા હતા. 

તે સમયે મોરબી તાલુકા પોલીસની ટીમે પાંચેય ઇસમોને કોર્ડન કરીને બાઇક લઈને આવેલા બે શખ્સોની સઘન પુછપરછ કરતા તેણે હિમસન સીટામીકમાથી ચોરી કરી ઇલેક્ટ્રીક એ.સી ડ્રાઇવ નંગ -૨૫ મેળવ્યા હોવાનું જણાવ્યુ હતું તેમજ પકડાયેલ ઇસમોની પુછપરછ કરતાં અન્ય કારખાનામાથી ચોરી કરીને સંતાડી રાખેલ ૭૮ ઇલેકટ્રીક એ.સી.ડ્રાઇવ કાઢી આપ્યા હતા જેથી પોલીસે ૧૦૩ ઇલેકટ્રીક એ.સી ડ્રાઇવ કબજે કરેલ છે અને હાલમાં બાઇક જી.જે .૬૩ જે ૧૩૮૧ સહિત કુલ ૬.૦૫ લાખનો મુદામાલ કબ્જે કરેલ છે.

હાલમાં આરોપી જોગુમાઇ અકરમભાઇ બારીયા જાતે આદિવાસી (ઉ.૨૮) રહે. ચારોલી પાળા (એમ.પી), રાકેશભાઇ જાનુભાઇ ખોખર જાતે આદિવાસી (ઉ.૩૫) રહે.  ખોખર ખાદન (એમ.પી), ઇમરાનભાઇ ગુલામભાઇ ખોલેરા જાતે મેમણ (ઉ.૨૬) રહે. ફુલગલી ખાટકીવાસ શકિત ચોક, જાવીદભાઇ ગનીભાઇ પોણીયા જાતે મુસ્લીમ (ઉ. ૩૩) રહે. કાલીકા પ્લોટ અને મહમદઅલી ગુલામહુશેન કરછી જાતે મેમણ (ઉ.૨૦) રહે. રણછોડનગર-૨ નવલખી રોડ વાળાની ધરપકડ કરલે છે આ કામગીરી જે.પી.કણસાગરા, એન.જે.નિમાવત, સુરેશભાઇ લક્ષ્મણભાઇ હુંબલ, હરેલાઇ ઇન્દુલાલ આગલ, યોગીરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા, જયદીપભાઇ હર્ષદભાઇ પટેલ, પંકજભા પ્રવિણભા ગઢડા, રવિરાજસિંહ દાજીરાજસિંહ ઝાલા, દિવ્યરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજાશૈલેષભાઇ બાબુભાઇ પટેલ તથા વિજયભાઇ છગનમાઇ ચૌહાણએ કરી હતી.

 

અકસ્માત

વાંકાનેર બાઉન્ડ્રી પાસે ઉકાભાઇ માવજીભાઈ બાવળીયા પોતાનું બાઇક નંબર જીજે ૩ એએફ ૨૭૩૪ લઈને ઊભા હતા ત્યારે ઇકો કાર નંબર જીજે ૩ ઇએલ ૬૩૪૬ ના ચાલકે તેઓના બાઇકને પાછળથી ટક્કર મારી હતી જેથી કરીને ઉકાભાઇને માથાકપાળ અને શરીરે ઈજાઓ થઈ હતી માટે તેઓને સારવારમાં ખસેડાયા હતા અને ઇકો કારનો ચાલક પોતાની કાર ઘટનાસ્થળે જ મુકીને નાસી ગયો હતો જેથી કરીને હાલમાં ભોગ બનેલા ઉકાભાઇના દિકરા જયંતિભાઇ ઉકાભાઇ બાવળીયા જાતે કોળી (૩૫) રહે. બામણબોર વાળાએ કારચાલકની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરીને આગળ મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News