મોરબી જિલ્લા ભાજપ અનુ. જાતિ મોરચાના ઝોન અને મંડલ પ્રભારી, કારોબારી અને આમંત્રિત સભ્યોના નામ જાહેર
મોરબીના ચાંચાપર ગામેથી સગીરાનું અપહરણ કરનાર આરોપીની ધરપકડ, જેલ હવાલે કરાયો
SHARE
મોરબીના ચાંચાપર ગામેથી સગીરાનું અપહરણ કરનાર આરોપીની ધરપકડ, જેલ હવાલે કરાયો
મોરબી તાલુકાના ચાંચાપર ગામે રહેતા પરિવારનીસગીરા કે જે કોલેજમાં અભ્યાસ કરતી હોય અભ્યાસ માટે મોરબી આવતી હતી.આ સગીરાનુ થોડા સમય પહેલા અપહરણ કરવામાં આવ્યું હતું અને જે અંગે નોંધાયેલ ફરિયાદના આધારે તાલુકા પોલીસ દ્વારા તપાસ ચલાવીને આરોપીને પકડીને હાલ જેલ હવાલે કરાયો હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે
મોરબી તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકાના ચાંચાપર ગામે રહેતા એક પરિવારની દીકરીનું થોડા સમય પહેલા અપહરણ કરવામાં આવ્યું હતું.જે અંગે અપહરણની કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ હતી.જેની તપાસ દરમિયાન તપાસ અધિકારી તાલુકા પીઆઇ વાળા દ્વારા તપાસ ચલાવીને શક્તિ હસમુખભાઈ ચોવસિયા જાતે દેવીપુજક (૨૩) રહે. આનંદનગર લાયન્સનગર પાસે સનાળા રોડ કંડલા બાયપાસ મોરબી વાળાની આઇપીસી કલમ ૨૬૩, ૩૬૬ મુજબ ધરપકડ કરવામાં આવી હતી અને હાલ શકિત ચોવસીયાને જેલ હવાલે કરાય હોવાનું જાણવા મળેલ છે.વધુમાં પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે ભોગ બનેલ સગીરા છાત્રાલયમાં અભ્યાસ કરતી હોય અભ્યાસ માટે મોરબી આવતી હતી.દરમિયાન આરોપી તેનો પીછો કરતો હતો અને આરોપીના કૌટુંબીક બહેન ચાંચાપર ગામે હોય ત્યાં પણ તે આવતો જતો ત્યારે સગીરાનો પીછો કરતો હતો અને બાદમાં લલચાવી ફોસલાવીને સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતુ.જે ગુનામાં હાલમાં તેની ધરપકડ કરીને જેલ હવાલે કરાયો છે.
યુવાન સારવારમાં
મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતો ઈકબાલ ગુલમામદભાઈ માણેક નામનો ૩૭ વર્ષનો યુવાન તેના ઘરે ફાંસો ખાઈ જતા સારવારમાં ખસેડાયો હતો આ બાબતે તપાસ અધિકારી બી ડિવિઝન પોલીસ મથકના પ્રફુલભાઈ પરમાર પાસેથી મળતી માહિતી પ્રમાણે ભોગ બનેલ ઈકબાલભાઈ માણેક કામકાજેથી ઘરે મોડા પહોંચ્યો હતો.ત્યારે પરિવારજનો તથા પત્ની સાથે તે મુદ્દે બોલાચાલી થઈ હતી જેમાં આવેસમાં આવી જઈને તેણે ઉપરોક્ત પગલું ભરી લીધું હતું જોકે પાડોસી તેને જોઈ જતા તેનો બચાવ થયો હતો અને સારવાર માટે લઇ જવાયો હતો તેમ હાલ તપાસમાં ખુલેલ છે.
દવા પી જતા સારવારમાં ખસેડાયો
મોરબીના સામાકાંઠે વેજીટેબલ રોડ પાસે આવેલ ઉમા ટાઉનશીપ વિસ્તારમાં રહેતો નવનીત કાનજીભાઈ છત્રોલા જાતે પટેલ (ઉમર ૩૨) નામનો યુવાન અગમ્ય કારણોસર દવા પી ગયો હોવાથી તેને સારવાર માટે અત્રેની મંગલમ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.ગત તા.૩૦-૧ ના બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં તેણે ઉપરોક્ત પગલું ભર્યું હોય સારવારમાં ખસેડવામાં આવ્યો હતો.ત્યાં સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસમાં જાણ કરવામાં આવતા બી ડિવિઝન પોલીસ મથકના હિતેશભાઈ મકવાણા દ્વારા બનાવના કારણ અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.
મારામારીમાં ઈજા થતા સારવારમાં
મોરબી તાલુકાના જૂના નાગડાવાસ ગામે ઘર પાસે થયેલ મારામારીના બનાવમાં ઇજા પામેલ યુવાનને સારવારમાં ખસેડાયો હતો.નાગડાવાસ ગામે તા.૩૦-૧ ના રાત્રીના બારેક વાગ્યાના અરસામાં બનેલ મારામારીના બનાવમાં ઇજાગ્રસ્ત થયેલા લાલજીભાઇ જગદીશભાઈ નિમાવત નામના ૩૩ વર્ષના યુવાનને સરકારી હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં સારવાર કરવામાં આવ્યા બાદ તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવતા વી.એસ.ડાંગર દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી.