હળવદમાં સગીરાને અવાવરુ જગ્યાએ લઈ જઈને અજાણ્યા શખ્સે છરી બતાવીને કપડાં કાઢવા માટે ધમકાવી ! મોરબીના ગુંગણ ગામે ટ્રેકટર-રોટાવેટર વચ્ચે દબાઈ જવાથી યુવાનનું મોત મોરબીના રવાપર ગામે ઘરે ચક્કર આવતા પડી ગયેલ મહિલાનું મોત મોરબી એલસીબીની ટીમે સ્પેશિયલ ડ્રાઇવમાં અલગ-અલગ ગુનાઓમાં નાસતા ફરતા ત્રણ આરોપી ઝડપી લીધા અર્વાચિન ડાંડિયા રસના ક્રેઝ વચ્ચે 144 વર્ષ પછી પણ મોરબીના માધાપરની ગરબીનો દબદબો યથાવત તો હળવદમાં બે જુથ વચ્ચે મારા મારીનો બનાવ ન બન્યો હોત હળવદમાં વાહન સામસામે આવી જવાની બાબતમાં બે જુથ વચ્ચે લાકડી, પાઇપ અને ધારિયાથી મારા મારી: હવે સામસામે ફરિયાદ મોરબી સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ
Breaking news
Morbi Today

મોરબીના જલારામ મંદિરે રામધામના શીલા-કળશ પૂજનનો પ્રારંભ


SHARE









મોરબીના જલારામ મંદિરે રામધામના શીલા-કળશ પૂજનનો પ્રારંભ

મોરબી શ્રી લોહાણા મહાજન દ્વારા પવિત્ર શ્રી રામધામના શીલા પૂજન તેમજ કળશ પૂજન અંગે સર્વે રઘુવંશીઓને જાહેર નિમંત્રણ આપવામાં આવ્યું છે અને બુધવારે બપોરે ૪ વાગ્યાથી મોરબીના જલારામ પ્રાર્થના મંદિર ખાતે સમસ્ત રઘુવંશીઓ માટે પવિત્ર શ્રી રામધામનુ શીલા તેમજ કળશ પૂજન શરૂ કરવામાં આવ્યું છે અને બે દિવસ સુધી ત્યાં શીલા તેમજ કળશ પૂજન કરી શકશે

મોરબીના દરેક રઘુવંશી પરિવારોને મોરબી શ્રી લોહાણા મહાજન દ્વારા જણાવવામાં આવ્યું છે કે જાલીડા મુકામે સમસ્ત રઘુવંશી સમાજની એકતાના પ્રતિક સમા પવિત્ર શ્રી રામધામનું નિર્માણ થઈ રહ્યુ છે ત્યારે આગામી તા.૧૬-૨ થી ૧૯-૨ દરમિયાન શ્રી રામધામ ખાતે ૧૦૮ કુંડી શ્રી રામ યજ્ઞ, ખાત મુહૂર્ત તેમજ શ્રી રામધામના સ્વપ્નદ્રષ્ટા જીતુભાઈ સોમાણીની ટેકના પારણા સહીતના કાર્યક્રમો યોજાશે. તે અંતર્ગત મોરબીનો સમસ્ત લોહાણા સમાજ શ્રી રામધામ ના નિર્માણમાં પૂણ્યનું ભાથુ બાંધી શકે તે હેતુસર મોરબી શ્રી લોહાણા મહાજન દ્વારા શહેરના શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે તા.૮-૨-૨૦૨૪ ગુરુવાર બપોરે ૪ કલાક થી પવિત્ર શ્રી રામધામની શીલા તથા કળશ પૂજનના કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું છે. આ પૂજન કાર્યક્રમ શનીવાર સુધી યોજાશે. શહેરમાં વસતા દરેક રઘુવંશી પરિવારે પોતાના અનુકુળ સમયે શ્રી જલારામ મંદિર ખાતે આવીને શીલા તેમજ કળશનું પૂજન કરી શકે છે જેથી મોરબીમાં રહેતા રઘુવંશી પરિવારોને તેનો લાભ લેવા માટે લોહાણા મહાજનના પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી, ઉપપ્રમુખ નવીનભાઈ રાચ્છ, મંત્રી નરેન્દ્રભાઈ રાચ્છ તેમજ કન્વીનર નિર્મિત કક્કડે જણાવ્યુ છે




Latest News