હળવદમાં સગીરાને અવાવરુ જગ્યાએ લઈ જઈને અજાણ્યા શખ્સે છરી બતાવીને કપડાં કાઢવા માટે ધમકાવી ! મોરબીના ગુંગણ ગામે ટ્રેકટર-રોટાવેટર વચ્ચે દબાઈ જવાથી યુવાનનું મોત મોરબીના રવાપર ગામે ઘરે ચક્કર આવતા પડી ગયેલ મહિલાનું મોત મોરબી એલસીબીની ટીમે સ્પેશિયલ ડ્રાઇવમાં અલગ-અલગ ગુનાઓમાં નાસતા ફરતા ત્રણ આરોપી ઝડપી લીધા અર્વાચિન ડાંડિયા રસના ક્રેઝ વચ્ચે 144 વર્ષ પછી પણ મોરબીના માધાપરની ગરબીનો દબદબો યથાવત તો હળવદમાં બે જુથ વચ્ચે મારા મારીનો બનાવ ન બન્યો હોત હળવદમાં વાહન સામસામે આવી જવાની બાબતમાં બે જુથ વચ્ચે લાકડી, પાઇપ અને ધારિયાથી મારા મારી: હવે સામસામે ફરિયાદ મોરબી સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ
Breaking news
Morbi Today

મોરબીની સાર્થક વિદ્યામંદિરમાં કાલે વેલેન્ટાઇન ડે નહીં માતા-પિતા પૂજન દિવસ ઉજવાશે 


SHARE









મોરબીની સાર્થક વિદ્યામંદિરમાં કાલે વેલેન્ટાઇન ડે નહીં માતા-પિતા પૂજન દિવસ ઉજવાશે 

મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં માતા-પિતા પૂજન દિવસ અને સૂર્ય નમસ્કાર દિવસની ઉજવણી કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને આવતી કાલે તા ૧૪ ના રોજ વેલેન્ટાઇન ડે નહીં પરંતુ માતા પિતા પૂજન દિવસ કરશે તેની સાથે જ મહા સુદ પાંચમ વસંત પંચમી હોવાથી સરસ્વતી પૂજન કરવામાં આવશે તેવી જ રીતે તા ૧૬ ના રોજ સૂર્ય નમસ્કાર દિવસની ઉજવણી કરાશે તેની સાથે મહા સુદ સાતમ, રથ સપ્તમી-આરોગ્ય સપ્તમી, માં નર્મદા જયંતીની તે દિવસે ઉજવણી કરાશે

કાલે ૧૪ ફેબ્રુઆરીના રોજ વિશ્વમાં અલગ અલગ જગ્યાએ જ્યારે વેલેન્ટાઈન ડે ઉજવવાની પરંપરા છે ત્યારે મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં આ દિવસને માતા પિતા પૂજન દિવસ તરીકે ઉજવશે. આ જ દિવસે મહાસુદ પાંચમના રોજ વસંત પંચમી પણ હોય સરસ્વતી મા નુ પૂજન પણ કરવામાં આવશે. અને શાળામાં ભણતા વિદ્યાર્થીઓ પોતાના માતા પિતાનું પૂજન કરશે. તેમજ તા ૧૬ ફેબ્રુઆરીએ મહાસુદ સાતમ એટલે કે રથ સપ્તમી આરોગ્ય સપ્તમી ના દિવસે સૂર્ય નમસ્કાર દિવસ ઉજવવાની પરંપરા છે ત્યારે શાળાના વિદ્યાર્થીઓ સૂર્ય નમસ્કાર કરશે 




Latest News