મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો મોરબીના સામાકાંઠે દવા લેવા જવાનું કહીને નીકળ્યા બાદ પરિણીતા ગુમ હળવદમાં કેન્યા સ્થિત નરેન્દ્ર રાવલને ‘બ્રહ્મરત્ન સન્માન’ અર્પણ કરાયું ખેડૂતોને જીવનું જોખમ !: હળવદના સરંભડા ગામે 220 કેવીની સરકારી વીજ લાઈનમાંથી ચાલુ વાયર તૂટી પડ્યો, વીજ ઉપકરણો ખાખ, કોઈ જાનહાનિ નહીં ઓક્ક્ષ્ફોર્ડમાં યુનિ.માં ડંકો: મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલના બે વિદ્યાર્થીએ Ai ના કોર્સમાં A+ ગ્રેડ મેળવ્યો મોરબી નવયુગ કોલેજ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પ્રેરણાત્મક સેમિનાર યોજાયો કેમ અમારી બાતમી આપશ કહીને ટંકારાના અમરાપર રોડ ઉપર યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે માર માર્યો હળવદના સુખપર ગામ નજીક ડમ્પરની પાછળ બાઇક અથડાતાં ઇજા પામેલ યુવાન કોમામાં સારવાર હેઠળ
Breaking news
Morbi Today

બે માસથી રિસામણે ગયેલ પત્નીને મળીને આવ્યા બાદ માળીયા (મી)ના નાની બરાર ગામે ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવાર દરમિયાન મોત


SHARE





બે માસથી રિસામણે ગયેલ પત્નીને મળીને આવ્યા બાદ માળીયા (મી)ના નાની બરાર ગામે ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવાર દરમિયાન મોત

માળીયા મીયાણા તાલુકાના નાનીબરાર ગામે રહેતા યુવાને કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે માળિયાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવની મોરબી એ ડિવીજન પોલીસ દ્વારા માળિયા મીયાણા તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળિયા મીયાણા તાલુકાના નાની બરાર ગામે રહેતા રાજેશભાઈ મંગાભાઈ ચૌહાણ (૪૦) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર ગઈકાલે બપોરના સાડા બારેક વાગ્યાના અરસામાં ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને ફોર વ્હીલ ગાડીમાં તાત્કાલિક સારવાર માટે માળિયા મીયાણા ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ને ત્યાં તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તે યુવાનને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવની પ્રથમ મોરબી સીટી એ ડિવીજન પોલીસે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા કરવામાં આવી હતી જોકે આ બનાવ માળીયા મીયાણા તાલુકા પોલીસની હદમાં બનેલો હોવાથી એ ડિવિઝન પોલીસ દ્વારા આ બનાવની માળિયા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ અંગેની આગળની વધુ તપાસ માળિયા તાલુકા પોલીસ સ્ટેશનના એસ.જે. ઝાલા ચલાવી રહ્યા છે. આ બાબતે વધુમાં સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મૃતક રાજેશભાઈ ચૌહાણ નાની બરાર ગામે છૂટક મજૂરીનું કામકાજ કરતા હતા અને તેઓને સંતાનમાં બે દીકરા અને એક દીકરી છે.મોટી દીકરી ૧૯ વર્ષની છે જ્યારે બે દીકરામાં એક ૧૫ અને એક ૧૧ વર્ષનો દીકરો છે.છેલ્લા બે માસથી મૃતકના પત્ની ઝઘડો થયેલ હોવાથી માવતરે ચાલ્યા ગયા છે અને દરમિયાનમાં ગઈકાલે મૃતક રાજેશભાઈ ચૌહાણ તેમના પત્નીને મળવા માટે ગયા હતા અને ત્યાંથી પરત આવ્યા બાદ તેઓએ તા.૧૭-૨ ના બપોરના બારેક વાગ્યાના અરસામાં દવા પી લીધી હતી જેથી તેઓને માળીયા સિવિલ હોસ્પિટલે લઇ જવાયા હતા અને બાદમાં વધુ સારવાર માટે મોરબી લાવવામાં આવતા રસ્તામાં જ તેઓએ દમ તોડી દીધો હતો હાલ આ બનાવના પગલે નાના એવા ગામમાં શોક વ્યાપી ગયો છે અને ત્રણ સંતાનો નોંધારા બન્યા હોય પરિવારમાં કલ્પાંત છવાયો હતો.




Latest News