મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં ગૌશાળા પ્રાથમિક શાળા ખાતે સર્વરોગ આયુર્વેદિક નિદાન કેમ્પનું આયોજન


SHARE









મોરબીમાં ગૌશાળા પ્રાથમિક શાળા ખાતે સર્વરોગ આયુર્વેદિક નિદાન કેમ્પનું આયોજન

મોરબીમાં આવેલ સરકારી આયુર્વેદ દવાખાનું જનરલ હોસ્પિટલ દ્વારા આગામી તા. ૨૧/૨ ને બુધવારે સવારે ૯ થી ૧૨ દરમ્યાન ગૌશાળા પ્રાથમિક શાળા લીલાપર રોડ મોરબી ખાતે વિનામૂલ્યે સર્વરોગ આયુર્વેદિક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં વૈદ ખ્યાતિબેન ઠકરાર સેવા આપશે.

આ કેમ્પમાં યોગ વિષયક ચાર્ટનું પ્રદર્શન, વિનામૂલ્યે આયુર્વેદિક નિદાન સારવાર, આયુર્વેદિક ઔષધીઓ, આયુર્વેદિક જીવનશૈલી તેમજ આયુર્વેદિક રોગ પ્રતિરોધક અમૃતપેય ઉકાળા તથા દવાનું વિતરણ કરવામાં આવશે. અને ખાસ કરીને હરસ, મસા, શરદી, ઉધરસ, શ્વાસ, એલર્જીની શરદી, સાંધાનો દુખાવો, ખરજવું, ધાધર જેવા ચામડીના રોગ, સ્ત્રી રોગ, બાળ રોગ, અપચો, ગેસ, એસીડીટી, કૃમિ, કબજિયાત, મરડો જેવી પાચન સંબંધી તકલીફ ઉપરાંત મધુમેહ, સ્થૂળતા જેવા જીવનશૈલી આધારિત રોગોનું નિદાન અને સારવાર કરવામાં આવશે.




Latest News