ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ માળીયા (મી)માં જૂના મનદુખનો ખાર રાખીને હોટલે ચા પીવા ગયેલા યુવાન ઉપર 5 શખ્સોએ કર્યો હુમલો: સ્કોર્પિયોમાં થાર અથડાવીને કર્યું નુકશાન વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સિરામિક કારખાનામાં આગ લાગવાથી મોટું નુકશાન મોરબીમાં દારૂ પીને મંદિર પાસે આવવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ટાઇલ્સના ટુકડા અને પટા વડે માર માર્યો ટંકારાના હરબટીયાળી ગામમાં નુકસાન કરવાની ના કહેતા યુવાનના પિતાને માથામાં પાઇપ ફટકારીને એક શખ્સે કર્યું હેમરેજ
Breaking news
Morbi Today

કોલસાની કટોકટી: મોરબીના પેપર મિલ ઉદ્યોગ ઉપર ઘેરાયા સંકટના વાદળો, કોલસો ન મળતા કારખાના ચાલુ રાખવા મુશ્કેલ


SHARE











કોલસાની કટોકટી: મોરબીના પેપર મિલ ઉદ્યોગને ટનના ૧૨૦૦૦ આપવા છતાં નથી મળતો કોલસો !, કારખાના ચાલુ રાખવા મુશ્કેલ

સમગ્ર દેશમાં આજની તારીખે કોલસાની કટોકટીના લીધે ઘણા ઉદ્યોગની મુશ્કેલી વધી છે ત્યારે મોરબીમાં આવેલ પેપર મિલોને પણ ચલાવવો ઉદ્યોગકારો માટે મુશ્કેલ બની ગઈ છે કેમ કેઆજની તારીખે મોરબીના ઉદ્યોગકારો કોલસાના ચાર ગણા કરતાં વધુ ભાવે કોલેસોની ખરીદી માટે આપે છે તો પણ તેઓને કોલસો જરૂરિયાત મુજબ મળી રહ્યો નથી અને જો આવી જ પરિસ્થિતી રહી તો હજારો લોકોને રોજગારી આપતા આ પેપર મિલ ઉદ્યોગનો મૃત્યુ ઘંટ વાગી જશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.

છેલ્લા ઘણા મહિનાઓથી પેપર મિલોમાં આવતા રો-મટિરિયલ્સના ભાવમાં વધારો થઈ રહ્યો છે ત્યારે મોરબીના પેપર મિલ માલિકોની મુશ્કેલી વધી ગયેલ છે અને હાલમાં પેપર મિલમાં ઈંધણ તરીકે ઉપયોગમાં લેવામાં આવતો કોલસો મળી રહ્યો નથી અને ચાર ગણા વધુ ભાવ આપવા  છતાં પણ આજની તારીખે કોલસો મળતો નથી જેથી કરીને પેપર મિલ ચલાવતા ઉદ્યોગકારો હેરાન થઈ ગયા છે ત્યારે મોરબી પેપર મિલ એસો.ના પ્રમુખ વિપુલભાઈ કોટડીયા સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કેસરકારમાથી જે કવોટા મોરબીના પેપર મિલના માલિકોને આપવામાં આવેલ છે તે મ્જુબ કોલસાનો જથ્થો ફાળવવામાં આવતો નથી અને દરેક કારખાનેદારને તેના કવોટાની સામે માત્ર ૨૦ ટકા જેટલો જ જથ્થો આપવામાં આવે છે જેથી કરીને પેપર મિલ માલિકોને ઊંચા ભાવે કોલસો લેવો પડે છે અને ઊંચા ભાવ આપવા છતાં પણ કોલસો મળતો ન હોવાથી કારખાના ના છૂટકે બંધ કરવાં પડે તેમ છે

મોરબી પેપર મિલ એસો.ના ઉપપ્રમુખ વિશાલભાઈ પટેલે જણાવ્યુ હતું કેઆજની તારીખે મોરબી આસપાસમાં કુલ મળીને ૫૦ જેટલી પેપર મિલો આવેલી છે જેમાં દૈનિક ૮૦૦૦ ટન પેપરનું ઉત્પાદન કરવામાં આવે છે અને અહીથી ચાઈના સહિત વિદેશમાં અને દેશના જુદાજુદા રાજ્યોમાં તૈયાર પેપર મોકલાવવામાં આવે છે જો કેછેલ્લા મહિનાઓથી શિપિંગ લાઇનના ભાડામાં વધારો થયો હોવાથી ઉદ્યોગકારો મુશ્કેલીમાં હતો તેવામાં હવે કોલસનું સંકટ આવી પડ્યું છે અને સરકારી કવોટામાં ટનના ૨૭૦૦ ના ભાવે જે કોલસો આપવામાં આવે છે તે હાલમાં મળી રહ્યો નથી અને ઇંડોનેશિયાનો કોલસો ટનના ૧૨૦૦૦ રૂપિયાના ભાવે પણ મળતો નથી આવી પરિસ્થિતિમાં કારખાના ચલાવવા કેવી રીતે તે પ્રશ્ન ઊભો થયો છે ત્યારે જો આ પેપર મિલ બંધ થશે તો હજારો લોકોની રોજગારીનો પ્રશ્ન ઊભો થાય તેમ છે સાથોસાથ પેપરની તંગી ઊભી થશે અને જો પેપર મિલો બંધ થશે તો પેકેજિંગ ઉધ્યોગને ટકાવી રાખવો મુશ્કેલ બની જશે તેવું કહીએ તો અતિશોયક્તિ નથી.

જયારે સેક્રેટરી ભાવિકભાઈ ભટ્ટ અને ખજાનચી બળદેવભાઈ નાયકપરા સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કેકોરોના પછી માંડમાંડ મોરબીના પેપર મિલ ઉદ્યોગની ગાડી પાટે ચડી રહી હતી તેવામાં વેસ્ટ પેપરના ભાવમાં વધારો, કન્ટેનરના ભાડામાં વધારો તે સહિતની મુશ્કેલીમાથી ઉદ્યોગ બહાર આવેલ નથી ત્યાં હવે કોલસાની રામાયણ શરૂ થયેલ છે અને પેપર મિલોમાં જો સમયસર અને વ્યાજબી ભાવેથી કોલસો નહિ મળે તો આગામી દિવસોમાં મોરબી પંથકમાં આવેલ પેપર મિલોને બંધ કરવાની ફરજ પડશે માટે વહેલમાં વહેલી તકે કોલસાનો પ્રશ્ન ઉકેલવામાં આવે અને સરકારી કવોટા મુજબ કોલસો આપવામાં આવે તે જરૂરી નહીં અનિવાર્ય છે






Latest News