મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત નિબંધ-ચિત્ર સ્પર્ધા યોજાઇ


SHARE









રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત નિબંધ-ચિત્ર સ્પર્ધા યોજાઇ

પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી ૨૬ મી ફેબ્રુઆરીના રોજ “અમૃત ભારત સ્ટેશન યોજના” હેઠળ ભારતીય રેલવેના ૫૫૪ રેલવે સ્ટેશનોના પુનઃવિકાસનો શિલાન્યાસ કરશે અને ૧૫૦૦ રોડ ઓવરબ્રિજ અને અંડરપાસના અંદાજે ૪૧,૦૦૦ કરોડની લાગતના કામોનું શિલાન્યાસ અને રાષ્ટ્રને અર્પણ કરશે આ પ્રસંગે, “અમૃત સ્ટેશન યોજના” હેઠળ, પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન ના રાજકોટ, જામનગર, મોરબી, દ્વારકા, ઓખા, ખંભાળિયા, હાપા, કાનાલુસ, ભાટિયા, વાંકાનેર અને થાન અને પડધરી, વિવિધ ૧૨ સ્ટેશનો પર કુલ ૭૪ શાળાઓમાં ધોરણ ૫ થી ૧૨ ના વિદ્યાર્થીઑ માટે નિબંધ અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાની થીમ "૨૦૪૭ નું વિકસિત અને ભારતીય રેલવે" હતી જેમાં કુલ ૭૯૪૫ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ સ્પર્ધાઓના વિજેતાઓને ૨૬ મી ફેબ્રુઆરી ના રોજ રાજકોટ ડિવિઝનના સ્થળો અને સ્ટેશનો પર આયોજિત થનારા સ્થાનિક કાર્યક્રમોમાં ઉપસ્થિત મુખ્ય મહેમાનો દ્વારા સન્માનિત કરવામાં આવશે




Latest News