મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી નજીક સિરામિક કારખાનના કવાર્ટરમાં યુવાને ન કરવાનું કરી નાખ્યું


SHARE







મોરબી નજીક સિરામિક કારખાનના કવાર્ટરમાં યુવાને ન કરવાનું કરી નાખ્યું

મોરબીના જેતપર રોડ ઉપર રંગપર ગામની સીમમાં આવેલ સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતો નથી કે મજૂરી કામ કરતો યુવાન લેબરકાંઠામાં હતો ત્યારે ત્યાં તેણે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના જેતપર રોડ ઉપર આવેલ રંગપર ગામની સીમમાં આવેલા એસ્ટોન સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો દીપક હીરાલાલ યાદવ (૨૪) નામનો યુવાન પોતાના લેબર કવાર્ટરમાં હતો ત્યારે કોઈપણ કારણોસર તેને લેબર કવાર્ટરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો ત્યાર બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા વી.એસ. ડાંગર ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબી નજીકના લાલપર ગામ પાસે ઓનેસ્ટ હોટલ પાસે રહેતા વિષ્ણુભાઈ ઘનશ્યામભાઈ કેરાલીયા (૩૬) નામનો યુવાન મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ સરતાનપર રોડ ઉપરથી બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે બાઇક સહિત રસ્તા ઉપર નીચે પટકાતા વિષ્ણુભાઈને ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવા અંગેની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને વધુ તપાસ હરેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવેલ છે






Latest News