મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ મોરબીમાં આજ રાતના સતવારા સમાજ સંગઠન દ્રારા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર, રવિવારે રાતના ભારતીય વિચાર મંચ દ્વારા યુવા મંચ કાર્યક્રમનું આયોજન મોરબીમાં ભારતી વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા સ્મશાનની પવિત્ર ભૂમિ ઉપર તિરંગો લહેરાવીને સલામી અપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં જુદા જુદા ચાર બનાવમાં સાપ કે જનાવર કરડી જતા એક વર્ષની બાળકી સહિત ચાર લોકો સારવારમાં


SHARE







મોરબીમાં જુદા જુદા ચાર બનાવમાં સાપ કે જનાવર કરડી જતા એક વર્ષની બાળકી સહિત ચાર લોકો સારવારમાં

મોરબીના જુદા જુદા ચાર વિસ્તારોની અંદર સાપ કે અન્ય કોઇ જનાવર કરડી જતા એક વર્ષની બાળકી સહિત ચાર લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.

ઉપરોક્ત બાબતે વધુમાં પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકાના વાઘપર (પીલુડી) ગામે રહેતા મજુર પરિવારની પરીબેન સુરેશભાઈ ભાંભર નામની એક વર્ષની બાળકીને તા.૧૯ ના સાંજના સાતેક વાગ્યાના અરસામાં ડાબા હાથના ભાગે સાપ કરડી જવાથી તેણીને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં લાવવામાં આવી હતી જે બાબતે નોંધ થતા તાલુકા પોલીસ મથકના વિજયભાઈ ડાંગરે તપાસ કરી હતી.જ્યારે બીજા બનાવમાં મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ મકનસર ગામે રેલ્વે સ્ટેશન નજીક ઇંટુના ભઠ્ઠા પાસે રહીને મજૂરી કામકાજ કરતા મહેશભાઈ સોમાભાઈ સુવાળા નામના ૩૦ વર્ષના યુવાનને ડાબા પગના ભાગે સાપ કરડી જવાથી તેને પણ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.હોસ્પિટલ ખાતેથી યાદી આવતાં તાલુકા પોલીસ મથકના તે બિટ વિસ્તારના જમાદાર એમ.જે.કહાંગરા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.

જ્યારે ત્રીજો બનાવ મોરબીના વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડીયા ગામે બન્યો હતો જેમાં વિજયસિંહ કનુભાની વાડીએ મજૂરી કામ દરમિયાન પૂનમભાઈ જીતાભાઈ મેડા આદિવાસી (ઉમર ૩૫) નામના મજૂર યુવાનને કામ દરમિયાન કોઈ ઝેરી જનાવર કરડી જવાથી તેને મોરબીની સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.હોસ્પિટલ ખાતેથી યાદી આવતાં મોરબી એ ડિવિઝન પોલીસ મથકના વી.કે.પટેલ દ્વારા પ્રાથમિક નોંધ કરીને આ બનાવ સંદર્ભે વાંકાનેર તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવી હતી.તેમજ ચોથા બનાવમાં મોરબીના હળવદ તાલુકાના સમલી ગામે રહેતા અને કામકાજ કરતા ગણેશભાઈ પથુભાઈ બાંભણિયા નામના ૪૫ વર્ષના યુવાનને વાડીએ દવા છાંટતા સમયે ઝેરી અસર થઈ જવાથી તેને પણ સારવાર માટે અત્રેની સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.જે અંગે એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયાએ પ્રાથમિક તપાસ કરીને બનાવ અંગે હળવદ પોલીસમાં જાણ કરી હતી.

પગપાળા જતા યુવાને ટ્રક ચાલકે અડફેટ લેતા સારવારમાં

મોરબીના સામાકાંઠે સોઓરડીની પાછળ આવેલ માળિયા વનાળીયા સોસાયટીમાં રહેતા અબ્બાસભાઈ રસુલભાઈ કટિયા નામના ૪૨ વર્ષના યુવાનને સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો.ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હોય હોસ્પિટલ ખાતે તેની સારવાર કરીને આ બાબતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી જેથી તપાસ અધિકારી હિતેશભાઈ મકવાણાએ તપાસ કરતા સામે આવ્યુ હતુ કે અબ્બાસભાઈ કટિયા મોરબીના સામાકાંઠે આવેલ ત્રાજપર ચોકડી પાસેના સર્વિસ રોડ ઉપરથી પગપાળા જતા હતા ત્યારે અજાણ્યા ટ્રકના ચાલકે તેઓને હડફેટે લેતા સુલતાનભાઈ નામની વ્યક્તિ દ્વારા તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને હાલ આ બનાવ સંદર્ભે આગળની તપાસ ચાલુ છે






Latest News