મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં કોમનમેન ફાઉન્ડેશન દ્વારા વ્યસન મુક્તિ માટે રીલ કોમ્પિટિશનનું આયોજન


SHARE









મોરબીમાં કોમનમેન ફાઉન્ડેશન દ્વારા વ્યસન મુક્તિ માટે રીલ કોમ્પિટિશનનું આયોજન

મોરબીમાં કોમનમેન ફાઉન્ડેશ દ્વારા છેલ્લા ઘણા સમયથી વ્યસન મુક્તિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે તે અંતર્ગત રીલ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં મોરબી જિલ્લાના વતની કોઈપણ વ્યક્તિ ભાગ લઈ શકશે. અને વિજેતાઓને રોકડ ઈનામ આપવામાં આવશે

મોરબીમાં કોમનમેન ફાઉન્ડેશન દ્વારા રિલ કોમ્પિટિશનનું આયોજન કરાયું છે. જેમાં ભાગ લેવા માટે તા. ૨૯/૨ પહેલા ગુગલ ફોર્મ પર ઓનલાઈન નામ નોંધાવવું જરૂરી છે. જે નામથી નોંધણી થાયેલી હશે તે વ્યક્તિ રીલમાં ફરજિયાત હોવી જોઈએ અને તે સિવાય વધારાના ગમે તેટલા વ્યક્તિઓને સમાવી શકાશે. રીલ માટેની સમય મર્યાદા વધુમાં વધુ ૧ મિનિટની રહેશે. જે મોબાઈલ નંબર ગુગલ ફોર્મ લિંક- https://docs.google.com/forms/d/e/1FAIpQLSc–YM1BE5UEY-hd423KkaFBFTeyyaMXQKxU-bOVUfjJ1EJyQ/viewform?usp=sf_link  ઉપર નોંધણી કરેલો હોય તે જ મોબાઈલ નંબર પરથી મોબાઈલ નંબર ૯૦૫૪૯ ૭૭૭૩૩ ઉપર રીલ પોતાના નામ સાથે તા. ૫/૩ ના રોજ સવારે ૯ થી ૧૧ વાગ્યા સુધીમાં વોટ્સએપમાં મોકલવાની રહેશે. આ સ્પર્ધામાં પ્રથમ ૫૦૦૧, દ્રિતીય ૨૫૦૧, અને તૃતિય ૧૦૦૧ ઇનામ આપવામાં આવશે તેમજ પ્રથમ ૩ વિજેતાઓનું સન્માન આગામી જાહેર પ્રોગ્રામમાં સ્ક્રીન પર નામ સાથે બતાવવામાં આવશે. અત્રે ઉલેખનીય છે કે, રીલમાં ફક્ત ને ફક્ત તમાકુ મુક્તિ બાબત જ કેન્દ્ર સ્થાને રાખીને બનાવવાની રહેશે અને આ રીલ બનાવવા માટે ગુજરાતી અથવા હિન્દી ભાષાનો ઉપયોગ કરી શકાશે. અને વધુ માહિતી માટે ધરતીબેન બરાસરા, ભક્તિબેન કાનાણીનો સંપર્ક કરવા કોમનમેન ફાઉન્ડેશનના પ્રમુખ ડો. સતીષ ભાઈ પટેલે જણાવ્યું છે.




Latest News