મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

ટંકારાના ઘુનડા ગામે સીમમાં જુગાર રમતા સાત જુગારી પકડાયા


SHARE









ટંકારાના ઘુનડા ગામે સીમમાં જુગાર રમતા સાત જુગારી પકડાયા

ટંકારા તાલુકાના ઘુનડા ગામે વગડિયું તરીકે ઓળખાતી સીમમાં લીલાપર ગામ તરફ જવાના કાચા રસ્તા ઉપર જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા સાત શખ્સો મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૨૨,૨૫૦ ની કિંમતની રોકડ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ટંકારા તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ટંકારા તાલુકાના ઘુનડા ગામે વગડિયું તરીકે ઓળખાતી સીમમાં લીલાપર ગામ તરફ જવાના રસ્તા ઉપર જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે હિતેશભાઈ અંબારામભાઈ રંગપરિયા (૩૦) રહે. ઘુનડા, કિશોરભાઈ ભાણજીભાઈ ભાટીયા (૬૮) રહે. ક્રાંતિજ્યોત મહેન્દ્રનગર, કાંતિલાલ મોહનભાઈ દેસાઈ (૬૨) રહે. સાધુ વાસવાની રોડ શિલ્પા આઈકોન રાજકોટ, વલમજીભાઈ મોહનભાઈ માકાસણા (૬૮) રહે. ચરાડવા તાલુકો હળવદ, નાગજીભાઈ હરિભાઈ ફુલતરીયા (૬૪) રહે આલાપ રોડ મધુરમ સોસાયટી મોરબી, જયંતીભાઈ છગનભાઈ પડસુંબીયા (૬૫) રહે. નાની વાવડી મોરબી અને પ્રભુભાઈ તળશીભાઇ બાવરવા (૬૫) રહે. કેનાલ રોડ આલાપ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી ૨૨,૨૫૦ ની કિંમતની રોકડ કબજે કરી હતી અને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
મારામારીમાં ઇજા
મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર આવેલ દલવાડી સર્કલ પાસે રહેતા નાનજીભાઈ કાળુભાઈ દેવીપુજક (૩૬) અને અરુણાબેન નાગજીભાઈ દેવીપુજક (૩૨) ને તેઓના ઘર પાસે થયેલ મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને ઇજા પામેલી હાલતમાં તેઑને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
મારામારીમાં ઇજા
મોરબીમાં લાલબાગ પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં વિજય બાલુભાઈ કૂરિયા (૪૫) નામના યુવાનને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને સારવાર આપીને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને મારામારીમાં યુવાન નીચે પડી જતા તેને પતરું વાગતા ઇજા થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું.
અકસ્માતમાં ઇજા
મોરબીના રણછોડનગર વિસ્તારમાં રહેતા પ્રહલાદભાઈ હીરાભાઈ દેવીપુજક (૪૦) નામનો યુવાન નવલખી રોડ ઉપર આવેલ સેન્ટ મેરી સ્કૂલ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે બાઈકમાંથી કોઈ કારણસર પડી જતા તેને ગંભીર ઇજા થઈ હતી જેથી ઈજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા તેને સારવાર આપીને બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ એ.આર. સારદિયા ચલાવી રહ્યા છે.






Latest News