હળવદના ચરડવા ગામ પાસે 1188 બોટલ દારૂ ભરેલ ઇનોવા ઝડપાઇ, કાર ચાલક ફરાર: 8.98 લાખનો મુદામાલ કબ્જે વાંકાનેરના પંચાસિયા ગામે પતિએ રસોઈ બાબતે ઠપકો આપતા મહિલાએ ઝેરી દવા પીને કર્યો આપઘાત મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા પરિવારની દીકરીની સગાઈ છૂટી કરવાની વાત આવતા ચિત્રોડી ગામે વાડીની ઓરડીમાં ઝેરી દવા પીને કર્યો આપઘાત ટંકારાના હીરાપર ગામ પાસે રીક્ષાને કાર ચાલકે હડફેટે લેતા બે મહિલા સહિત ત્રણને ઇજા: ગુનો નોંધાયો મોરબીના રંગપર પાસે બાઈક સ્લીપ થતાં ઇજાગ્રસ્ત થયેલા બે પૈકી એક યુવાનનું મોત: એક સારવારમાં વાંકાનેરના મહિકા ગામે આયુષ્યમાન આરોગ્ય કેન્દ્ર ખાતે ડિઝીટલ એક્ષ રે કેમ્પ યોજાયો મોરબી નાગરિક સહકારી બેંકના ડિરેક્ટરોની ચૂંટણીનું પરિણામ જાહેર, ફૂલના નિશાન ઉપર 5 - સિંહના નિશાન ઉપર 1 ઉમેદવારનો વિજય ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી
Breaking news
Morbi Today

મોરબીના વાંકડા ગામે ઝેરી દવા પી જતા યુવાનનું ટૂંકી સારવાર દરમિયાન મોત


SHARE













મોરબીના વાંકડા ગામે ઝેરી દવા પી જતા યુવાનનું ટૂંકી સારવાર દરમિયાન મોત 

મોરબીના હળવદ હાઇવે ઉપર આવેલા વાંકડા ગામ ખાતે વાડી વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતા મૂળ મધ્યપ્રદેશના યુવાને ગઈકાલે સાંજના સમયે ઝેરી દવા પી લીધી હતી અને તેનું સારવાર દરમિયાન રાત્રિના મોત નીપજ્યું હતું જે બાબતે હોસ્પિટલ ખાતેથી યાદી આવતા હાલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આ બાબતે નોંધ કરી બનાવના કારણ સંદર્ભે આગળની તજવીજ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

ઉપરોક્ત બનાવની વધુમાં મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના હળવદ હાઇવે ઉપર આવેલા વાંકડા ગામે સંજયભાઈ પાડલીયાની વાડીએ રહીને ખેત મજૂરીનું કામ કરતા સાનિયાભાઈ તુવસીયાભાઈ નિંગવાલ આદિવાસી (ઉંમર ૪૦) મૂળ રહે.કેડલી તાલુકો સોંડવા જીલ્લો અલીરાજપુર મધ્યપ્રદેશ વાળાએ ગઇકાલ તા.૨૭-૨ ના સાંજના ચારેક વાગ્યાના અરસામાં વાડી ખાતે ઝેરી દવા પી લીધી હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે દવાખાને લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં ટૂંકી સારવાર બાદ તા.૨૭ ના જ રાત્રિના નવેક વાગ્યાના અરસામાં તેનું સારવાર દરમિયાન હોસ્પિટલ ખાતે મોત નિપજયુ હતું.હોસ્પિટલ સત્તાવાળાઓ દ્વારા તાલુકા પોલીસ મથકે આ બનાવ અંગે જાણ કરાતા હાલ તાલુકા પોલીસ મથકના દિનેશભાઈ બાવળિયા દ્વારા આ કેસની નોંધ કરીને બનાવના કારણ અંગે આગળની તપાસ શરૂ કરવામાં આવી હોવાનું તાલુકા પોલીસ સુત્રોએ જણાવ્યું છે. બનાવ બાબતે વધુમાં તપાસ ચલાવી રહેલા દિનેશભાઈ બાવળિયા તથા રાઇટર આરીફભાઈ સુમરા સાથે વાત કરતા સામે આવ્યું હતું કે, મૃતક સાનિયાભાઈ નિંગવાલ મૂળ એમપી ના વતની છે અને ત્યાં તેઓના વતનમાં તેઓને પાકું મકાન ન હોય અને અહીં મજૂરી કામ કરીને પેટીયું રડતા હોય પોતાને પાકું મકાન ક્યારે બનશે..? તેવું સતત રટણ પોતાના પત્ની સાથે કરતા હતા દરમિયાનમાં તેઓએ આ પગલું ભરી લેતા હાલ પાંચ સંતાનોએ પિતાની છત્ર છાંયા ગુમાવી હતી.

ચક્કર આવતા પડી જતા મહિલાનું મોત

મોરબીના બેલા ગામે કારખાનામાં કામ કરતાં સમયે ચક્કર આવતા સમયે પડી જતા મોઢામાંથી ફીણ નીકળી જવાથી મહિલાનું મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે.મોરબી તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના જેતપર રોડ ઉપર આવેલા બેલા ગામે જે.કે.પ્લાસ્ટિક નામના યુનિટની અંદર પ્લાસ્ટિકના દાણા ભરવાના કામ દરમિયાન નર્મદાબેન કમલભાઈ ગોહેલ (ઉંમર ૩૦) હાલ રહે.જે.કે.પ્લાસ્ટિક બેલા તા.મોરબી વાળાઓને ચક્કર આવતા તેઓ નીચે પડી ગયા હતા અને મોઢાના ભાગેથી ફિણ નીકળી ગયા હતા.જેથી તેઓને સારવાર માટે સિવિસ હોસ્પીટલે લઈ જવામાં આવ્યા હતા.જોકે સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલે ખસેડાયેલા નર્મદાબેન કમલભાઈ નામની ૩૦ વર્ષની મહિલાનું ટૂંકી સારવાર દરમિયાન હોસ્પિટલ ખાતે મોત નીપજ્યું હતું અને હોસ્પિટલ ખાતેથી આ યાદી આવતા મોરબી તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા દ્વારા બનાવ સંદર્ભે નોંધ કરી તજવીજ શરૂ કરવમાં આવી હતી.

મારામારીમાં ઈજા

મોરબીના રવાપર રોડ ઉપર રહેતા પરેશ નાગજીભાઈ પઢારીયા નામના ૩૬ વર્ષના યુવાનને રવાપર પાસે આવેલ શિવ પોઇન્ટ નજીક મારામારીના બનાવમાં ઈજા થતા સરકારી હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયો હતો.સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના વી.કે.પટેલે પ્રાથમિક તપાસ કરતા સામે આવ્યુ હતુ કે પ્રથમ મકનસર ગામે મારામારી થઈ હતી અને ત્યાં મારામારી થયા બાદ અહીં રવાપર નજીક પુનઃ મારામારીનો બનાવ બન્યો હતો.હાલ આ બનાવ અંગે તાલુકા પોલીસમાં જાણ કરાઈ હતી.






Latest News