મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીના ફડસર ગામે લાગેલી આગમાં ચંદન-સારુના ઝાડ બળીને ખાખ: ખેડૂતને નુકસાન


SHARE









મોરબીના ફડસર ગામે લાગેલી આગમાં ચંદન-સારુના ઝાડ બળીને ખાખ: ખેડૂતને નુકસાન

મોરબી તાલુકાના ફડસર ગામે બપોરના સમયે આગ લાગવાની ઘટના બની હતી અને આગ ધીમે ધીમે કરતાં મોટા વિસ્તારમાં પ્રસરી ગઈ હતી જેથી જુદા જુદા ખેડૂતોના ખેતરના શેઢે ઘાસ તેમજ બાવળ બળીને ખાખ થઈ ગયા હતા તેની સાથે એક ખેડૂતે પોતાના ફાર્મમાં ચંદન અને સરૂના ઝાડનું વાવેતર કર્યું હતું જે પણ આગમાં બળીને ખાખ થઈ જતાં ખેડૂતને નુકસાન થયેલ છે

મોરબી જિલ્લાના જુદા જુદા વિસ્તારોની અંદર આગ લાગવાની ઘટના બની હતી દરમિયાન જો વાત કરીએ મોરબીના ફડસરની તો ત્યાં આગ લાગી હતી તે મોટા વિસ્તારની અંદર પ્રસરી ગઈ હતી અને સીમ વિસ્તાર હોવાના કારણે ત્યાં જે ઘાસ તથા બાવળની જાળીઓ હતી તે તમામ બળીને ખાખ થઈ ગયેલ છે જોકે ત્યાં ફાર્મ ધરાવતા હીરાભાઈ રામભાઈ કુંભારવાડીયા દ્વારા આ બનાવની તાત્કાલિક મોરબી તાલુકા પોલીસ અને નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરી હતી જેથી ફાયરની ટીમ તાત્કાલિક ત્યાં પહોચી હતી અને આગને કાબુમાં લેવા માટે પાણીનો મારો શરૂ કરવામાં આવ્યો હતો જોકે આગ વધુ પ્રમાણમાં પ્રસરી ગઈ હોવાથી તેઓના ફાર્મની અંદર તેઓએ ચંદન તથા સરુના ઝાડનું વાવેતર કર્યું હતું તેમાંથી ૧૫ ચંદનના ઝાડ અને ૧૫ સારુના ઝાડ બળીને ખાખ થઈ ગયેલ છે જેથી કરીને ખેડૂતને નુકસાની થયેલ હોવાનું જાણવા મળી રહ્યું છે અન્ય ખેડૂતોને પણ નુકસાન થયેલ છે




Latest News