મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં જુદા-જુદામાં ત્રણ સ્થળોએ આગ લગતા ફાયરની ટીમો સતત દોડતી રહી


SHARE









મોરબીમાં જુદા-જુદામાં ત્રણ સ્થળોએ આગ લગતા ફાયરની ટીમો સતત દોડતી રહી

મોરબીના જુદાજુદા વિસ્તારમાં આગ લાગવાની ઘટના બનેલ હતી જેથી કરીને મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસની ટીમો સતત દોડતી રહી હતી જે અંગેની માહિતી આપતા અધિકારી જણાવ્યુ હતું કે, ગઈકાલે રાતે ૯ વાગ્યાની આસપાસમાં ફાયર કંટ્રોલરૂમમાં કોલ મળેલ હતી કે, પીપળીયા ચાર રસ્તા ક્રિસ્ટલ કાર્બન કોલસાનાં કારખાનાંમાં આગ લાગેલ છે જેથી ફાયરની ટીમે પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધેલ હતી તેવી જ રીતે ગુરુવારે બપોરે ૧૨:૩૦ કલાકે વાંકાનેર ચોટીલા હાઈવે પર ભારત ઓઇલ મીલ જીનમાં રૂ માં આગ લાગેલ હતી જેથી રૂ નો જથ્થો બાલી ગયો હતો જો કે, ફાયરની ટીમે પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધેલ હતી અને ત્યાર બાદ ૩:૩૦ કલાકે મોરબીના આમરણ અને ફરસર ગામ વચ્ચે ખુલ્લા ઘાસમાં આગ લાગેલ હતી જેની ફાયર વિભાગના જાણ કરતાં ટીમ ત્યાં પહોચી હતી અને આગને કાબુમાં લેવા માટે પાણીનો મારો કર્યો હતો અને ત્રણેય આગની ઘટનામાં કોઈ જાનહાનિ થયેલ નથી તેવું ફાયરની ટીમે જણાવ્યુ છે




Latest News