મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીના ખાખરાળા ગામે કામ ધંધો કરવાનું બાપુજીએ કહેતા યુવાને ન કરવાનું કરી નાખ્યુ


SHARE









મોરબીના ખાખરાળા ગામે કામ ધંધો કરવાનું બાપુજીએ કહેતા ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત

મોરબી તાલુકાના ખાખરાળા ગામે આવેલા યુવાનને તેના બાપુજી અવારનવાર કામ ધંધો કરવા માટે થઈને કહેતા હતા જેથી કરીને તેને લાગી આવ્યું હતું અને તેણે પોતાની જાતે કોઈ ઝેરી દવા પી લેતા તેને ઉલટી ઉબકા થવા લાગ્યા હતા જેથી કરીને તેને સારવાર માટે પ્રથમ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તે યુવાનનું મોત નિપજયુ હતુ નથી મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવી નોંધ કરીા આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી તાલુકાના ખાખરાળા ગામના મૂળ રહેવાસી અને હાલ સુરતના ઉધના ઉદ્યોગનગર વિસ્તારમાં રહેતા સંકેત કિશોરભાઈ વણોલ (૨૧) નામના યુવાને ગત તારીખ ૨૪/૨ ના રોજ બપોરે પોણા બે વાગ્યાના અરસામાં ખાખરાળા ગામ પાસે કોઈ ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ સાથે લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે તેને રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યું હતું અને ત્યાં તે યુવાનનું સારવાર દરમિયાન ગઈકાલે સાંજના સમયે મોત નીપજ્યું હતું જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે  આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા છે વધુમાં જાણવા મળતી વિગત મુજબ મૃતક યુવાનને તેના બાપુજી કામ ધંધો કરવા માટે થઈને અવારનવાર કહેતા હતા અને તે બાબતે તેને લાગી આવતા તેને ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેનું સારવાર દરમિયાન મોત થયું છે આ અંગેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા પામેલ મહીલા સારવારમાં

મોરબીમાં આવેલ ગ્રીન ચોક પાસે કંસારા શેરીમાં રહેતા જ્યોતિબેન રાકેશભાઈ મહેતા (૩૯) નામના મહિલા બાઇકમાં બેસીને પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર ગ્રીન ચોક પાસે બાઈકમાંથી તે નીચે પડી ગયા હતા જેથી કરીને તેઓને ઈજા થઈ હતી અને ઇજા પામેલ મહિલાને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News