મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીના ઉમિયા આશ્રમે શિવરાત્રી મહોત્સવ ઉજવાશે: ધક્કાવારી મેલડી માતાજી મંદિરે મહાઆરતીનું આયોજન


SHARE









મોરબીના ઉમિયા આશ્રમે શિવરાત્રી મહોત્સવ ઉજવાશે: ધક્કાવારી મેલડી માતાજી મંદિરે મહાઆરતીનું આયોજન

મોરબીમાં શનાળા રોડે આવેલ સત્યનારાયણ ગૌશાળા ઉમિયા આશ્રમ ખાતે કાલે તા ૮ માર્ચને શિવરાત્રીના દિવસે શિવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને જેમાં સવારે ભગવાન ભોલેનાથની આરતી, ત્યાર બાદ સવારે ૮ થી ૧૦ ફરાળી પ્રસાદ, ઉત્સવ અનુરૂપ ભોલેનાથની પ્રસાદી અને આખા દિવસમાં ૮  પહોરની પૂજાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેનો મોરબીના લોકોએ લાભ લેવા માટે ઉમિયા આશ્રમના મહંત નિરંજનદાસજી મહારાજએ આમંત્રણ આપવામાં આવેલ છે

દીવડાંની મહાઆરતી

મોરબીમાં નવલખી રોડે આવેલ રેલ્વે સ્ટેશન પાસે ધક્કાવારી મેલડી માતાજીનું મંદિર આવેલ છે ત્યાં આગામી તા. ૧૦ માર્ચને રવિવારે સાંજના ૬:૨૦ કલાકે ૧૧૦૦ દીવડાંની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી કરીને ધર્મપ્રિય જનતાએ મહાઆરતીનો લાભ લેવા આયોજક પ્રસન્નાબા રાઠોડએ નિમંત્રણ આપ્યું છે




Latest News