મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

શિવરાત્રી નિમિત્તે મોરબી ખાતે એક દિવસીય યોગ શિબિરનું આયોજન


SHARE









શિવરાત્રી નિમિત્તે મોરબી ખાતે એક દિવસીય યોગ શિબિરનું આયોજન

ભગવાન શિવ કે જેઓ આદિ યોગી એટલે કે પ્રથમ યોગી છે, આપણે જેને યોગીક વિજ્ઞાન સ્વરૂપે ઓળખીએ છીએ તેના જનક મહાદેવ શિવ છે. જેમણે આપણને યોગ ભેટ સ્વરૂપે આપેલ હોઈ, યોગ પરંપરામાં શિવજી આદિ ગુરુ અથવા પહેલા ગુરુ તરીકે વિશેષ સ્થાન ધરાવે છે.

જીવ આત્મા છે તો શિવ પરમાત્મા છે. બંનેનું મિલન એજ મુક્તિ અને તેની એક પદ્ધતિ યોગ દ્વારા મહાશિવરાત્રી પર્વ નિમિતે યોગિક રીતે શિવ આરાધના કરવા એક દિવસીય યોગ શિબિરનું મોરબી જિલ્લામાં મોરબી ખાતે આયોજન ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા થયેલ છે. જેમાં શિવમય વાતાવરણમાં સામૂહિક રીતે યોગાસન, પ્રાણાયામ, ધ્યાન અને શિવતાંડવ અને યોગ આધારિત કૃતિ પ્રસ્તૃતિ, આરતી અને પ્રસાદ વિતરણ રહેશે અને આગામી તા ૮/૩ એટ્લે કે શિવરાત્રિના દિવસે સવારે ૭ થી ૯ દરમ્યાન બાળવન ક્રીડાંગણ, ક્રિષ્ના સ્કૂલ સામે, રવાપર ઘુનડા રોડ, મોરબી ખાતે આ શિબિર યોજાશે

આ યોગ શિબિરમાં યોગ અને વિવિધ ક્ષેત્રે કાર્યરત સંસ્થાઓ તેમના ૨૫ કે વધુ સભ્યો સાથે હાજર રહે અને પુરા પરિવાર સાથે જોડાનાર કુટુંબોનું વિશેષ સન્માન પણ થવાનું હોય, યોગમાં રુચિ ધરાવનાર, યોગ વિષયમાં જાણકારી મેળવવા અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડની પ્રવૃત્તિનો પરિચય મેળવવા રજીસ્ટ્રેશન લિંક: https://forms.gle/urSdGUY6QTGnHF6J8 દ્વારા રજીસ્ટ્રેશન કરી યોગ શિબિરમાં નિશુલ્ક રીતે જોડાવવા મોરબી જિલ્લાના બધા યોગ કોચ, યોગ ટ્રેનર અને કોર કમિટી મેમ્બર્સ અને જિલ્લા અને ઝોન કોર્ડીનેટરએ આમંત્રણ આપેલ છે વધુ માહિતી માટે મોરબી જિલ્લા યોગ કોર્ડીનેટર વાલજી પી. ડાભી (૯૫૮૬૨૮૨૫૨૭) અથવા વિજયભાઈ શેઠ (૯૦૯૯૮૮૧૧૫૫) નો સંપર્ક કરવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડની યાદીમાં જણાવેલ છે




Latest News