વાંકાનેરના દેરાળા ગામે ઝેરી દવા પી ગયેલ પરિણીતાનું સારવારમાં મોત મોરબીના રાજપર ગામે શોર્ટ લાગતા બાળકનું મોત મોરબીમાં હાર્ડવેરના 4 વેપારીઓને ત્યાં GST વિભાગની ટિમ દ્વારા સર્ચ ઓપરેશન માળિયા (મી)ના બગસરા ગામ પાસે પવનચક્કીમાંથી 78 હજારના વાયરની ચોરી મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી પિતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો ડાંગર પરિવાર મોરબીના જૂના ઘૂટું રોડે કાર સાથે કાર અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા બે વ્યક્તિ સારવારમાં વાંકાનેરના પાંચદ્વારકા ગામ પાસે શાળાએથી ઘરે જતી બાળકીને કેરી વાહનના ચાલકે હડફેટે લેતા અકસ્માત વાંકાનેરના સરતાનપર ગામ નજીક ડમ્પર ચાલકે છકડો રીક્ષાને હડફેટે લેતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં E-shram પોર્ટલ ઉપર નોંધણી કરાવી શ્રમયોગીઓ લઈ શકશે આરોગ્ય અને વીમાનો લાભ


SHARE









મોરબીમાં E-shram પોર્ટલ ઉપર નોંધણી કરાવી શ્રમયોગીઓ લઈ શકશે આરોગ્ય અને વીમાનો લાભ

ભારત સરકારના શ્રમ મંત્રાલય દ્વારા અસંગઠિત ક્ષેત્રમાં કાર્યરત શ્રમયોગીઓની નોંધણી માટે E-shram પોર્ટલ કાર્યરત કરાયું છે.આ નોંધણી કરાવવાથી ઇ-શ્રમ કાર્ડ મળશે. જે આખા ભારતમાં માન્ય રહેશે. PMSBY યોજના હેઠળ અકસ્માત વીમો મળશે. આકસ્મિક મૃત્યુ વિકલાંગતા પર બે લાખ, આંશીક વિકલાંગતા માટે એક લાખની સહાય મળશે.

આ ઉપરાંત પાત્રતા ધરાવતા શ્રમિકોને વિવિધ પ્રકારની સામાજિક સુરક્ષાની યોજનાના લાભ મળશે. નોંધણી માટે સ્માર્ટફોનથી સેલ્ફ રજીસ્ટ્રેશન, કોમન સર્વીસ સેન્ટર અને ઇ-ગ્રામ કેન્દ્રો પર રજીસ્ટ્રેશન થઇ શકશે. રજીસ્ટ્રેશન માટે આધાર કાર્ડ, આધારકાર્ડ સાથે લીન્ક મોબાઇલ નંબર અને બેન્ક એકાઉન્ટની વિગતો જરૂરી છે. www.esharam.gov.in  પર નોંધણી કરાવવાની છે. ઇન્કમટેકસ ન ભરતા અને ૧૮ થી ૬૦ વર્ષના શ્રમિકો નોંધણી કરાવી શકે છે. અસંગઠિત શ્રમયોગીઓમાં બાંધકામ શ્રમિકો, ઘર કામ કરનાર, રસોઈ કરનાર, ઘરેલુ કામદારો, ખેતી સાથે સંકળાયેલા શ્રમિકો, સ્વરોજગાર ધરાવતા, ફેરીયાઓ, નાના દુકાનદાર, આશા વર્કર, આંગણવાડી વર્કર, માછીમારો, દૂધવાળા, ધોબી, મનરેગા અંતર્ગત કામ કરતા લોકો તેમજ મધ્યાહન ભોજન યોજનામાં કામ કરતા શ્રમયોગીઓનો સમાવેશ થાય છે.




Latest News